કોટડાસાંગાણી તાલુકામાં બે પોઝીટીવ કેસ સાથે કોરોનાનો પગપેસારો : તંત્ર હરકતમાં

29 May 2020 12:04 PM
Rajkot Saurashtra
  • કોટડાસાંગાણી તાલુકામાં બે પોઝીટીવ કેસ સાથે કોરોનાનો પગપેસારો : તંત્ર હરકતમાં

(સલીમ પતાણી દ્વારા)
કોટડાસાંગાણી, તા. ર9
જયાર થી લોક ડાઉન ચાલુ થયું ત્યાર થી આજ દિવસ સુધી કોટડા સાંગાણી તાલુકો કોરોના ને માત આપતો આવી રહ્યો છે.ત્યારે આજે કોટડા સાંગાણી તાલુકા માં 2 પોજિટિવ કેસ નોંધાતા આ તાલુકો પણ આજે કોરોના ગ્રસ્ત થયો છે.

મળતી માહિતી મુજબ આજે શાપર ગામ માં રહેતા અને સહજાનંદ સ્ટીલ નામ ની કંપની માં કામ કરતાં અને હાલ થોડા દિવસો પહેલા જ પત્રકાર પર હુમલા ના આરોપ માં ધરપકડ કરાયેલ આરોપી લગાન મદન મોરતો(ઉ.22)ને 17 તારીખ ના રોજ ગોંડલ જેલ હવાલે કરેલ તે વ્યક્તિ નો આજે કોરોના નો રિપોર્ટ પોજિટિવ આવતા તંત્ર હરકત માં આવ્યૂ હતું અને તેની સાથે બેરેક માં રહેલ 9 વ્યક્તિઓ ને ક્વોરનટાઇન કરવામાં આવ્યા હતા તેમજ તેના સંપર્ક માં આવેલા શાપર ના 6 પોલિસ કર્મચારીઑ ને અને તેની સાથે સહજાનંદ સ્ટીલમાં કામ કરતાં અન્ય 25 લોકો ને પણ ક્વોરનટાઇન કરવામાં આવ્યા હતા.હાલ દર્દી સારવાર હેઠળ છે.

કોટડા સાંગાણીના નાના વડિયા ગામે પોજિટિવ કેસ
કોટડા સાંગાણી ના નાના વાડિયા ગમે રહેતા પાયલબેન પુનાભાઇ સાગઠિયા (ઉ.18 વર્ષ) કે જે કોઈ પણ જાત ની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ના હોવા છતા પણ તાવ માથું ગળા માં ચાંદા જેવી તકલીફ થતાં રામોદ માં પ્રાથમિક સારવાર લઇ વધુ સારવાર લેવા માટે ગોંડલ જતાં ત્યાંના ડોક્ટરએ કોરોના નો રિપોર્ટ કરાવતા તે પોજિટિવ આવતા આરોગ્ય તંત્ર તેમજ પોલિસ રૂબરૂ સ્થળ પર જય અને તેમના ફેમિલી ના 10 લોકો ને ક્વોરનટાઇન કરવામાં આવ્યા હતા જયારે તે વિસ્તાર ના અન્ય 54 લોકો ને હોમ ક્વોરનટાઇન કરવામાં આવ્યા હતા.તંત્ર તથા ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઇજ ની કામગીરી સારું કરી દેવામાં આવેલ. જે વિસ્તાર માં પોજિટિવ કેસ આવેલ છે તે વિસ્તાર વણકર વાસ ને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ.મેડિકલ ઓફિસર ડો.એમ.ડી.ઘોનિયા તથા ડો.એમ.એસ.અલી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી નિટેશ ભંડેરી કોટડા સાંગાણી ના તાલુકા વિકાસ અધિકારી શ્રી હિંગરાજિયા તેમજ કોટડા સાંગાણી પીએસઆઇ મીઠાપરા તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા તપાસ નો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement