બે દિવસમાં 18 વિમાની મુસાફરો કોરોના પોઝીટીવ જાહેર થયા

29 May 2020 11:53 AM
India Travel
  • બે દિવસમાં 18 વિમાની મુસાફરો કોરોના પોઝીટીવ જાહેર થયા

એરલાઈન્સના કર્મચારીઓને કવોરન્ટાઈન થવાની ફરજ પડી

નવી દિલ્હી:
દેશમાં કોરોના- લોકડાઉન બાદ ફરી હવાઈ સેવા શરૂ થઈ છે અને છેલ્લા ત્રણ દિવસમાં 18 મુસાફરો કોરોના પોઝીટીવ જાહેર થતા એરલાઈન્સન તેના કેબીન ક્રુ તથા પાઈલોટ સહિતના કર્મચારીઓને કવોરન્ટાઈન કરવાની ફરજ પડી છે.

જે 18 મુસાફરો પોઝીટીવ હતા તેમાં 12 ઈન્ડીગોની તા.26-27ની ફલાઈટમાં જ મુસાફરી કરી હોવાનું જાહેર થયું છે. આ તમામ છૂપા લક્ષણો ધરાવતા હતા પણ સાવચેતી ખાતર વિમાની ક્રુને 14 દિવસના કવોરન્ટાઈનમાં મોકલી દેવાયા છે. ઉપરાંત ટુ-જેટ ફલાઈટના 6 મુસાફરો પણ પોઝીટીવ જાહેર થયા છે.


Related News

Loading...
Advertisement