રેશમડી ગાલોલાલની મહિલાને કોરોના પોઝીટીવ આવતા ચાર વ્યક્તિઓ સરકારી કવોરન્ટાઈન

29 May 2020 11:52 AM
Gondal
  • રેશમડી ગાલોલાલની મહિલાને કોરોના પોઝીટીવ આવતા ચાર વ્યક્તિઓ સરકારી કવોરન્ટાઈન

દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા અધિકારીઓની મથામણ

(દિલીપ તનવાણી) જેતપુર,તા. 29
જેતપુર નજીકના રેશમડી ગાલોલ ગામે 38 વર્ષિય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં આ મહિલાને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
જયારે આ મહિલાનાં પતિ સાસુ-સસરા સહિતની ચાર વ્યક્તિઓને ગોંડલ ખાતે ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવેલ છે. તાલુકાના રેશમડી ગાલોલ ગામે કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાતા ગામમાં ભયનું લખલખુ ફરી વળ્યું છે.
તાલુકાનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ રેશમડી ગાલોલ ગામે દોડી જઇ ગામમાં દવાનો છંટકાવ સર્વે સહિતની કામગીરી શરુ દીધી છે. તેમજ આ મહિલાને ચેપ કઇ રીતે લાગ્યો તેની ટ્રાવેલ હીસ્ટ્રી જાણવા અધિકારીઓ દ્વારા મથામણ શરુ કરવામાં આવેલ છે. જાણવા મળ્યા મુજબ થોડા સમય પૂર્વે આ ગામમાં એક મરણ થવા પામેલ હતું. જ્યાં માણસોની અવરજવરમાં આ મહિલા ગયેલ હોય ત્યાંથી આ મહિલાને ચેપ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


Loading...
Advertisement