આજી જીઆઇડીસીમાં વુડન ચેકીંગ સર્વિસના કારખાનામાં રાત્રીના આગ

29 May 2020 11:51 AM
Rajkot Saurashtra
  • આજી જીઆઇડીસીમાં વુડન ચેકીંગ સર્વિસના કારખાનામાં રાત્રીના આગ

આગમાં લાકડાના બોકસ સહિતનો સામાન સળગી જતા પાંચ લાખનું નુકશાન

રાજકોટ તા.29
આજી જીઆઇડીસીમાં આવેલા રામનગર શેરી નં.6માં રાત્રીના લાકડાની પેટી બનાવવાના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં 4 થી 5 લાખનું નુકશાન થયું હતું.

આજી જીઆઇડીસીમાં રામનગર શેરી નં.6માં આવેલા ગાત્રાળ વુડન પેકીંગ સર્વિસ નામના લાકડાની પેટી બનાવવાના કારખાનામાં રાત્રીના કોઇ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. બાજુમાં આવેલા કારખાનાના મજૂરોએ આ બાબતે કારખાના માલિક કાનજીભાઇ માવાભાઇ રામાણીને જાણ કરતા તેઓ તાકીદે અહીં દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.

જેથી બેડીપરા, મવડી, કોઠારીયાના ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કારખાનામાં પડેલા લાકડાના બોકસ સહિતનો સામાન બળીને ખાખ થઇ જતા અંદાજીત ચારથી પાંચ લાખનું નુકશાન થયું હતું. આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું.


Related News

Loading...
Advertisement