રાણપુર તાલુકાના નાગનેશ ગામે કોરોનાથી મૃત્યુ થતા ફફડાટ

29 May 2020 11:48 AM
Botad
  • રાણપુર તાલુકાના નાગનેશ ગામે કોરોનાથી મૃત્યુ થતા ફફડાટ

બોટાદ,તા. 29
રાણપુરથી 6 કિલોમીટર દૂર અને 12000ની વસ્તી ધરાવતા નાગનેશ ગામે કોરોનાથી મહિલાનુંં મોત થતાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ રહેતા મહિલા તેમના પિયર રાણપુર તાલુકાનાં નાગનેશ મુકામે બે દિવસ પહેલા આવેલ જયાં આવ્યા બાદ તબિયત લથડતા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ (કોવિડ-19) દાખલ કરવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ થતાં નાગનેશ ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે. તથા મૃતકનો રિપોર્ટ કોરોનો પોઝીટીવ આવતાં આરોગ્ય અધિકારીઓ તથા જવાબદાર અધિકારીઓએ નાગનેશ ઘરની મુલાકાત કરી મળેલ સંપર્ક શોધી ક્વોરેન્ટાઈન કરેલ છે.
ચોથા ચરણમાં પ્રવેશી ચૂકેલા કોરોના તથા લોકડાઉન ઢીલુ થતાં લોકો બેફીકર અવરજવર કરતા હોઇ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયેલ છે. આ બનાવની જાણ થતા રાણપુર પીએસઆઈ સગર તથા સ્ટાફ દોડી ગયેલ.


Loading...
Advertisement