અમદાવાદની 45 ખાનગી હોસ્પીટલની 1731 બેડ હસ્તગત કરતી સરકાર

29 May 2020 11:30 AM
Ahmedabad Gujarat Rajkot
  • અમદાવાદની 45 ખાનગી હોસ્પીટલની 1731 બેડ હસ્તગત કરતી સરકાર

અહી સારવારનો ખર્ચ સરકાર ભોગવશે

રાજકોટ:
ગુજરાતમાં કોરોનાના વધતા જતા વ્યાપ અને આગામી દિવસોમાં કેસ નવી ઉંચાઈ પર જઈ શકે છે તેવી શકયતાને ધ્યાનમાં લઈને રાજય સરકાર એકલા અમદાવાદથી જ 45 ખાનગી હોસ્પિટલોની 62% બેડ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવાનો આદેશ આપી દીધો છે. આ તમામ હોસ્પીટલોને કોરોના અધિકૃત હોસ્પીટલ જાહેર કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ જોતા ખાનગી હોસ્પીટલની 50% બેડ રાજય સરકાર હસ્તગત કરે તેવો આદેશ આપ્યો છે જે મુજબ 20 કે તેથી વધુ બેડ ધરાવતી 45 હોસ્પીટલની બેડ સરકારે અનામત કરી છે. જેમાં સારવારનો ખર્ચ સરકાર ભોગવશે અને તેના દર નિશ્ર્ચિત થયા છે તે જો કે હાલ વિવાદમાં છે જે હોસ્પીટલ હસ્તગત કરી છે જેમાં ઝાયડસ કે ડી-કોલીમ્બીયાનો પણ સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement