સ્કૂલ-કોલેજ, સિનેગૃહો, ધાર્મિક સ્થાનો સિવાયના ક્ષેત્રોમાંથી લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લ્યો : બે પેનલનો કેન્દ્રને રિપોર્ટ

29 May 2020 11:25 AM
India
  • સ્કૂલ-કોલેજ, સિનેગૃહો, ધાર્મિક સ્થાનો સિવાયના ક્ષેત્રોમાંથી લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લ્યો : બે પેનલનો કેન્દ્રને રિપોર્ટ

હવે લોકડાઉન 5.0ની જરૂર નથી : માત્ર અર્થતંત્ર પર જ ધ્યાન આપવાનું અનિવાર્ય થઇ ગયાનો નિર્દેશ

નવી દિલ્હી,તા. 29
ભારતમાં કોરોના લોકડાઉન-4નો સમયગાળો 31મી મેના રોજ પૂર્ણ થઇ રહ્યો છે જ્યારે બે મહત્વની સરકારી પેનલે હવે લોકડાઉન નહીં લંબાવવા સરકારને સૂચન કર્યું છે. માત્ર સ્કૂલ-કોલેજો, સિનેગૃહો તથા ધાર્મિકસ્થળો બંધ રાખવાનું સુચવ્યું છે.

મેડીકલ ઇમરજન્સી, હોસ્પિટલો, હસ્તક કરવા, આઈસોલેશન,તથા ક્વોરેન્ટાઈન જેવી સુવિધાઓની તૈયારી કરવા જેવા કામોની જવાબદારી ધરાવતી આ બન્ને પેનલોએ સરકારને લોકડાઉન એકઝીટ સ્ટ્રેટેજી સૂચવી છે. લોકડાઉન લંબાવ્યા વિના માત્ર ક્નટેનમેન્ટ ઝોન પુરતા નિયંત્રણો ચાલુ રાખવાની ભલામણ કરી છે. બાકી અન્ય તમામ વિસ્તારો-ક્ષેત્રો સંપૂર્ણપણે ખોલી નાખવાનું સુચવ્યું છે. જો કે શિક્ષણ સંસ્થાનો, સિનેગૃહો અને ધાર્મિક સ્થાનો હજુ બંધ જ રાખવાનું કહ્યું છે. બાકીના તમામ ક્ષેત્રોમાંથી લોકડાઉન નિયંત્રણો હટાવી લેવાની સલાહ આપી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ હજુ બંધ રાખવાનું રિપોર્ટમાં કહ્યું છે.

લોકડાઉન-4.00 31મીએ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારપછીની સ્ટ્રેટેજી વિશે સરકારે વિચારણા શરુ કરી દીધી છે અને આવતા બે દિવસમાં તેની જાહેરાત થઇ જવાની શક્યતા છે.

કોરોના સંકટ વચ્ચે કેન્દ્રીત ગૃહ મંત્રાલય મહામારીનો સામનો કરવા તથા તેના માટે રણનીતિ ઘડવા માટેનાં સૂચનો કરવા માટે જુદી જુદી 11 કમિટીઓની રચના કરી હતી. મેડીકલ ઇમરજન્સી માટેની સમિતિનું વડણ નીતિ આયોગના સભ્ય વિનોદ પોલને સોંપવામાં આવ્યુ હતું. જ્યારે હોસ્પિટલો-ક્વોરેન્ટાઇન સુવિધાની તૈયારીની જવાબદારી પર્યાવરણ સચિવ સી.કે.મિશ્રાને સોપાઈ હતી.

આ સમિતિનિા એક સભ્યે નામ નહીં દેવાની શરતે એમ જણાવ્યું હતું કે દેશવ્યાપી લોકડાઉનની કોઇ જરુર નથી. જો કે જે ક્ષેત્રોમાં કેસો વધી રહ્યા છે જ્યાં ક્નટેનમેન્ટ પ્લાન અંતર્ગત આકરા નિયમો યથાવત રાખવામાં આવે ઉપરાંત ટેસ્ટીંગ તથાટેસીંગ પણ વધારવામાં આવશે.

હવે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર હોવાના નિર્દેશ સાથે બન્ને સમિતિએ એમ સૂચવ્યું છે કે સ્કૂલ-કોલેજ સિનેગૃહો, ધાર્મિકસ્થાનો જેવા ક્ષેત્રો એવા છે જ્યાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું શક્ય રહે તેમ નથી. એટલે આ બંધ રાખીને બાકીના તમામ ક્ષેત્રોમાંથી લોકડાઉન ઉઠાવી લેવામાં આવે.

સુત્રોએ એમ પણ કહ્યું છે કે, છેલ્લા દસ દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં મોટો વધારો ચિંતાનો વિષયછે પરંતુ સાથોસાથ અર્થતંત્ર પર થતી ગંભીર અસર પર ધ્યાન આપ્યા વિના છૂટકો નથી. ભારતમાં મહામારીનો વિસ્ફોટ થયો નહતો જ્યારે આગોતરુ લોકડાઉન લાગુ પાડી દેવાયું હતું. પશ્ર્ચિમી દેશોએ કોરોના સંક્રમણ વકર્યા પછી લોકડાઉન નિયંત્રણો જેવા પગલા લીધા અને હવે તેને કારણે વધુ જાનખુવારી વેઠી છે. ભારતમાં મૃત્યુદર ઘણો નીચો રહ્યો છે. હવે અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવવાનું અનિવાર્ય થઇ પડયું છે.

લોકડાઉન વિશે ચર્ચા કરવા માટે કેન્દ્રીય કેબીનેટ સચિવે પણ વિવિધ મંત્રાલયોના સચિવો તથા સમિતિઓના વડાઓ સાથે બેઠક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન લોકડાઉન 4.0માં કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની છુટછાટો - શરતો આપવામાં આવી છે.


Related News

Loading...
Advertisement