જો વધુ ટેસ્ટ થશે તો લોકોમાં કોરોનાનો ભય સર્જાશે: રાજય સરકાર

29 May 2020 10:57 AM
Ahmedabad Gujarat
  • જો વધુ ટેસ્ટ થશે તો લોકોમાં કોરોનાનો ભય સર્જાશે: રાજય સરકાર

ખાનગી લેબમાં સરકારી મંજુરીથી જ કોરોના ટેસ્ટની પોલીસી બદલાશે નહી: હાઈકોર્ટને જાણ: ટેસ્ટ નિયંત્રીત રાખી ‘કોરોના-કાળ’ પસાર કરવા માંગતી હોવાનો સંકેત: ખાનગી લેબમાં પુર્વ મંજુરીથી જ ટેસ્ટ એ આઈસીએમઆરની ગાઈડ લાઈન મુજબનો નિર્ણય: વધુ ટેસ્ટ- વધુ કોરોના પોઝીટીવ એવા ડરથી ટેસ્ટ કેમ મર્યાદીત કરી શકાય! હાઈકોર્ટની દલીલ: આજે ચૂકાદાની શકયતા

અમદાવાદ: ગુજરાત પણ મને ખાસ કરીને અમદાવાદ સહિતના મહાનગરોમાં જે રીતે કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા છે તે સમયે રાજયની ખાનગી હોસ્પીટલોને ઈમરજન્સી કેસમાં કોરોના પોઝીટીવ ટેસ્ટ માટે સીધા ખાનગી લેબારેટરીમાં જવાની મંજુરી આપવાની સરકારે ઈન્કાર કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે સરકાર એક સોગંદનામાથી સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો આ રીતે ટેસ્ટની મંજુરી અપાય તો લોકોમાં એક માનસિક ભયની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાનગી હોસ્પીટલોએ તેમના ઈમરજન્સી કેસમાં જો કોરોના ટેસ્ટ જરૂરી હોય તો તે માટે સરકાર નિયુક્ત આરોગ્ય અધિકારીની પૂર્વ મંજુરી જરૂરી હોવાના સરકારના નિર્ણયમાં કોઈ બદલાવ કરવા માંગતી નથી.

સરકારે તેના આ નિર્ણયને સમર્થન આપતા અને યોગ્ય પોલીસી હોવાના અભિપ્રાય આપતા પણ નિષ્ણાંત તબીબ પેનલના રીપોર્ટ પણ હાઈકોર્ટને સુપ્રત કર્યા છે. અમદાવાદ હોસ્પીટલ એન્ડ કલીનીક એસો. દ્વારા તેમને ત્યાં આવતા ઈમરજન્સી કેસમાં કોરોના ટેસ્ટમાં સરકાર ખાનગી લેબમાં જવા મંજુરી આપે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અગગાઉ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ આઈ.જે.વોરાની ખંડપીઠે આ અંગે સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

સરકારે તેના સંઘર્ષમાં જવાબ રજૂ કરતા જણાવ્યું કે ખાનગી લેબ પર કોરોના ટેસ્ટ અંગે હાલ જે નિયંત્રણની નીતિ છે તેમાં કોઈ બદલાવ કરવા માંગતી નથી અને આ નીતિ ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચની ગાઈડલાઈન મુજબની છે. ઉપરાંત મેડીકલ યોન્કોલોજીસ્ટ ડો. પંકજ શાહ, કાર્ડીયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ અને ચેપી રોગોના નિષ્ણાંત ડા.. અતુલ પટેલની કમીટીએ તા.25 મેના તેનો રીપોર્ટ સરકારને આપ્યો છે. જેઓએ પણ આઈસીએમઆરની માર્ગરેખાને વળગી રહેવા સલાહ આપી છે.

સરકાર કે છૂપા લક્ષણ ધરાવતા વ્યક્તિઓમાં કોરોના-19ના દર્દીઓને શોધવા માટે વધુ ટેસ્ટીંગ એ સલાહ ભર્યુ નથી. જો વધુ કેસ બહાર આવશે તો લોકોમાં કોરોનાનો ભય વધશે. સરકારે સ્પષ્ટતા કરી કે તે કોરોના સંબંધી કોઈ આંકડા છૂપાવતી નથી જે ગાઈડલાઈન છે તે આઈબીએમઆર પર આધારીત છે અને તેને આંકડા કૃત્રીમ રીતે દબાવવા કે જાહેર નહી કરવાનો આશય નથી. સાથોસાથ જો ફકત કોરોનાથી તે સલામત છે કે તે સંક્રમીત નથી તે નિશ્ર્ચિત કરવા ખાનગી લેબ મારફત કોરોના ટેસ્ટની છૂટ અપાય તો તેનાથી એક ભયનો માહોલ પેદા થઈ શકે છે.

બીજી તરફ હાઈકોર્ટમાં હજુ અમદાવાદ મેડીકલ એસો.ની અરજી પેન્ડીંગ છે જેમાં સરકાર માન્ય 12 ખાનગી લેબમાં તેઓને કોરોના ટેસ્ટીંગની મંજુરીની માંગ છે. આ લેબને આઈસીએમઆર એ જ મંજુરી આપી છે પણ રાજય સરકારે આ સાથે આઈટીપીસીઆર ટેસ્ટ માટે સરકારની મંજુરી ફરજીયાત કરી છે. જે સરકારની દલીલ છે કે જો વધુ ટેસ્ટ થાય તો 70% જેટલા લોકો કોરોના પોઝીટીવ જાહેર થઈ શકે છે. જો કે ગઈકાલે જસ્ટીસ પારડીવાલાની ખંડપીઠે તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ હતું કે ફકત પોઝીટીવ વધશે તેવા ભયે ટેસ્ટને નિયંત્રીત કરી શકાય નહી. દરેક લેબ જે સરકારી માપદંડ મુજબ ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવતી હોય તેને મંજુરી મળવી નહીં. દરેક વ્યક્તિને કોરાના ટેસ્ટની મંજુરી મળવી જોઈએ.


Related News

Loading...
Advertisement