પેટ્રોલ-ડિઝલમાં એક ઝાટકે રૂા.5નો ભાવ વધારો ઝીંકાશે

29 May 2020 10:53 AM
Business India
  • પેટ્રોલ-ડિઝલમાં એક ઝાટકે રૂા.5નો ભાવ વધારો ઝીંકાશે

લોકડાઉનની ખોટ સરભર કરવા પ્રજાને ખંખેરાશે

નવી દિલ્હી તા.29
લોકડાઉન દરમિયાન થયેલી ખોટનો ખાડો પૂરવા તેલ વિતરણ કંપનીઓ હવે 1લી જૂનથી પેટ્રોલ-ડિઝલનો લીટરે રૂા.પનો વધારો જનતા પર ઠોકી શકે છે.

આ સિવાય તેલ કંપનીઓ આગામી મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રોજના ફેરફારની વ્યવસ્થા બીજીવાર પણ બહાલ કરવાની તૈયારીમાં છે. તેલ કંપનીઓનું કહેવું છે કે લોકોડાઉનમાં ઓછા વેચાણની સાથે સરકારે પણ ટેકસ વધારી દીધો હતો જેનો ખર્ચ અને વેચાણમાં ઘણુ અંતર આવી ગયું છે.

સરકારી તેલ વિતરણ કંપની (ઓએમસી)ના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે ગત સપ્તાહે દરેક છુટક તેલ વિક્રેતાઓએ બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.


Related News

Loading...
Advertisement