ભારતના ચીન સાથે સીમા વિવાદ મુદ્દે ટ્રમ્પ બોલ્યા, મોદી સારા મૂડમાં નથી

29 May 2020 10:45 AM
India World
  • ભારતના ચીન સાથે સીમા વિવાદ મુદ્દે ટ્રમ્પ બોલ્યા, મોદી સારા મૂડમાં નથી

ટ્રમ્પે ફરી મઘ્યસ્થી બનાવી ઓફર દોહરાવી, જો કે ભારતે અપેક્ષા મુજબ ઠુકરાવી

વોશિંગ્ટન તા.29
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ વિવાદને લઇને વડાપ્રધાન મોદી સારા મૂડમાં નથી, આ તકે ટ્રમ્પે ફરી વાર ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદ પર મઘ્યસ્થતાની ઓફર કરી હતી.

ટ્રમ્પે આ વાત વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં કરી હતી. આ તકે ટ્રમ્પે મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, તે એક મહાન જેન્ટલમેન છે. મેં તેમની સાથે વાત કરી હતી. સાથે જે કંઇ ચાલી રહ્યું છે તે લઇને તે સારા મૂડમાં નથી. આ તકે ટ્રમ્પે ફરી મઘ્યસ્થતાની વાત દોહરાવી જણાવ્યું હતું કે જો મારી મદદ માંગવામાં આવશે તો હું મઘ્યસ્થતા કરીશ.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, બંને દેશોની 1.4 અબજની વસ્તી છે. બંને દેશોની સેનાઓ પણ ખૂબ જ તાકતવર છે. આ સીમા વિવાદથી ભારત ખુશ નથી અને શકય છે કે ચીન પણ નુશ નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાસે ચાલી રહેલા વિવાદ દરમિયાન ભારતે ટ્રમ્પની મઘ્યસ્થી બનવાની ઓફરને ઠુકરાવી દીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારે જણાવ્યું હતું કે અમે તેના શાંતિપૂર્વક સમાધાન માટે ચીન સાથે સંપર્કમાં છીએ.


Related News

Loading...
Advertisement