પુલવામા-ટુ નિષ્ફળ: કાશ્મીરમાં વિસ્ફોટકો ભરેલી કાર ઝડપાઈ

28 May 2020 05:57 PM
India
  • પુલવામા-ટુ નિષ્ફળ: કાશ્મીરમાં વિસ્ફોટકો ભરેલી કાર ઝડપાઈ

જંગ-એ-બદ્રના દિને મોટા ત્રાસવાદી હુમલાનું ષડયંત્ર હતું: ત્રાસવાદી નાસી જવામાં સફળ: 40 કિલોથી વધુ અતિ શક્તિશાળી વિસ્ફોટકો ભરેલા હતા: 50 ફુટ સુધી નુકશાનની ક્ષમતા જોખમી જણાતા વિસ્ફોટકો ઉડાવી દેવાયા

શ્રીનગર: ગત વર્ષ તા.14 ફેબ્રુ.ના રોજ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળના કાફલા પર થયેલા કાર બોમ્બ હુમલા તથા 45 જવાનોની શહીદી જેવો જ એક મોટો ત્રાસવાદી હુમલો આજે સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો હતો અને પુલવામા જીલ્લામાં જ આઈકુર ક્ષેત્રમાં આજે સવારે એક સાન્ટ્રો કારને ચેકીંગ માટે રોકવાની સૂચના આપતા કાર ચાલક માર્ગ પર જ કાર છોડીને પલાયન થઈ ગયો હતો અને સુરક્ષાદળોએ આ સેન્ટ્રો કાર તપાસ કરતા તેમાં 40 કીલો જેટલો અતિ ખતરનાક વિસ્ફોટકો ઠાસી ઠાસીને ભરાયા હતા.

સુરક્ષાદળો આ વિસ્ફોટકો જોઈને ચોકી ઉઠયા હતા. ગત વર્ષના પુલવામાં હુમલા જેવા જ આ નવા હુમલાની તૈયારી હતી અને હુમલાખોર તેના ઈરાદામાં સફળ થાય તે પુર્વે જ સુરક્ષાદળોએ તેને નિષ્ફળ બનાવી મોયી ખુવારી અટકાવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે પ્રેસ બ્રીફીંગમાં જણાવ્યું કે, પોલીસ સેના અને સીઆરપીએફની મદદથી આ મોટો હુમલો ખાળવામાં સફળતા મળી છે.

આઈજી વિજયકુમારે કહ્યું કે આ હુમલા પાછળ જૈશ એ મોહમ્મદની ભૂમિકામાં આ કાર એક ચેકપોષ્ટ પાસે ઉભી રાખવા સિગ્નલ અપાયું હતું પણ ડ્રાઈવરે કાર સાથે નાસી છૂટવાની કોશીશ કરી હતી અને ફાયરીંગ પણ કર્યુ હતું. જેમાં કારને આંતરી લેવાતા ડ્રાઈવર અંધારાનો લાભ લઈને નાસી છુટયો હતો. કારમાં 60 કિલોથી વધુનો વિસ્ફોટક મળ્યા છે. કારની નંબર પ્લેટ એ એક ટુ વ્હીલરની હતી. પોલીસના જણાવ્યા મુજબ વિસ્ફોટકમાં નાઈટ્રેટ સોલ્ટ યુરીયા નાઈટ્રેટ અને નાઈટ્રોઈલીસીરીનનો ઉપયોગ થયો છે.

નિષ્ણાંતોએ આ વિસ્ફોટક ઉડાવી દેતા તે 50 મીટર સુધી નુકશાન કરે તેવી ક્ષમતાનું હોવાનું જાહેર થયું છે. કારમાં જે રીતે વિસ્ફોટક ભરાયો હતો તે ડિફયુઝ કરવો મુશ્કેલ હોવાથી તેને ઉડાવી દેવો પડયો હતો.


Related News

Loading...
Advertisement