વિમાનમાં હવે ઇનબીલ્ટ એરફીલ્ટર : વાઈરસને ફલશ કરશે

28 May 2020 05:43 PM
India
  • વિમાનમાં હવે ઇનબીલ્ટ એરફીલ્ટર : વાઈરસને ફલશ કરશે

વિશ્વમાં કોરોના વાઈરસને કારણે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વિમાની ઉડાનો જે ઠપ્પ થઇ ગઇ હતી તે ફરી શરુ થઇ છે પરંતુ વિમાનમાં કોઇ કોરોના પોઝીટીવ વ્યક્તિ કે જે બહારી લક્ષણ ધરાવતો ન હોય તે આવી જાય તો એકીસાથે અનેક લોકો સંક્રમીત થઇ શકે છે પરંતુ એવીએસન નિષ્ણાંતો કહે છે કે વિમાની જે એરકનડીશન સિસ્ટમ છે તેમાં હવે આગામી સમયમાં ઈનબીલ્ટ એરફીલ્ટર લગાવી દેવાની તૈયારી છે જે વિમાનની અંદરના એરફલોને પહેલા ફિલ્ટર કરીને પછી જ તે એ એરક્ધડીશન વ્યવસ્થામાં દાખલ થવા દેશે. વિમાનમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું તે વિમાની મુસાફરીને મોંઘુ કરનાર છે અને તેથી વિમાનની એરફલો સિસ્ટમ વધુ શ્રેષ્ઠ બનાવવી તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. વિમાનમાં બેસેલો દરેક વ્યક્તિ એક ઓક્સીજન માસ્ક જેવું ખાસ સાધન પહેરશે અને તેના દ્વારા જ તેની શ્ર્વોચ્છવાસની પ્રક્રિયા કરી શકે અને તેના શ્ર્વાસ કોઇ બાહરી વાતાવરણમાં આવ્યા પહેલા તે એર ફિલ્ટર સિસ્ટમમાં જશે અને ત્યાંથી વાઈરસને અલગ તારવીને બાકીની હવાને જ સિસ્ટમમાં અંદર લાવવા દેશે. જો કે તેમાં પ્રવાસીઓને થોડીક મુશ્કેલી પડશે જ્યાં સુધી કોરોનાનો ભય વિશ્ર્વમાં છે ત્યાં સુધી આ પ્રક્રિયા મહત્વની બની રહેશે.


Related News

Loading...
Advertisement