કોરોના વાઈરસ હજુ હિમશીલાના ટોચ જેટલો જ બહાર આવ્યો છે : બેટ વુમન

28 May 2020 05:42 PM
World
  • કોરોના વાઈરસ હજુ હિમશીલાના ટોચ જેટલો જ બહાર આવ્યો છે : બેટ વુમન

ચાઈનામાં બેટ વુમન તરીકે જાણીતી બનેલી વીરોલોજીસ્ટ શી ઝેન્ગલી કે જે વુહાનની લેબમાં કામ કરે છે અને ખાસ કરીને ચામાચીડિયાથી ફેલાતા વાઈરસ ઉપર તે ઓથોરિટી જેવું સંશોધન કરે છે તેને ચેતવણી આપી છે કે વિશ્વમાં અત્યારે કોરોનાનો જે વાઈરસ ફેલાયો છે તે ફક્ત હિમશીલાની ટોચ જેટલો જ બહાર આવ્યો છે અને વિશ્વએ હજુ વધુ ખરાબ સ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવાની છે. તેણે કહ્યું કે વાઈરસનો પછીનો હુમલો ખાળી શકાય તેમ છે પરંતુ તેના માટે વિશ્ર્વએ એક થવું જરુરી છે. આપણે કોરોનાનો વ્યાપક અભ્યાસ કરવો પડશે. આ વાઈરસ પશુઓથી ફેલાય છે તે નિશ્ર્ચિત છે. પરંતુ તેને રોકવા માટે વધુ મહત્વની કામગીરી જરુરી છે. તેની લેબમાંથી આ વાઈરસ ફેલાયો હોવાનો ઇન્કાર કરતા કહ્યું કે આ અંગે સ્ટોરી આવે છે તે ઉપજાઉ કાઢેલી છે. હું સોગંધ ખાઈને કહુ છું કે મારી લેબની હાલના વાઈરસમાં કોઇ ભૂમિકા નથી.


Related News

Loading...
Advertisement