રાષ્ટ્રપતિ ભવનમાં હવે ક્લાઉડ ડિપ્લોમસી

28 May 2020 05:35 PM
World
  • રાષ્ટ્રપતિ ભવનમાં હવે ક્લાઉડ ડિપ્લોમસી

દેશના રાષ્ટ્રપતિ ભવનમાં હવે અગાઉ જેવા મેળાવડા કે સમારોહ થશે કે કેમ તે પ્રશ્ર્ન છે અને હાલમાં રામનાથ કોવિંદે તો વર્ચ્યુઅલ ડીપ્લોમસી કે ક્લાઉડ ડીપ્લોમસીનો પ્રારંભ કરી દીધો છે. રાષ્ટ્રપતિ ભવનનું મોટાભાગનું કામકાજ હવે ઓનલાઈન કરવા તૈયારી છે. તો અન્ય દેશોનાં નવનિયુક્ત રાજદૂત જે પોતાનાં પેપર્સ રાષ્ટ્રપતિ સમક્ષ મૂકે છે તેને હવે ડીજીટલ પેપર્સ મોકલવા અને વીડિયો કોન્ફરન્સથી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થવા માટે જણાવી દેવાયું છે. હાલમાં કોઇ વિદેશી મહેમાનો તો ભારતમાં આવવાના નથી પરંતુ ભવિષ્યમાં ભોજન સમારોહ વગેરેમાં પણ જે નિમંત્રણો અપાતા હતા તેમાં કાપ મૂકાશે. એટલું જ નહીં પાકિસ્તાન જેવા દેશ જે વારંવાર સરહદ પર ગોળીબાર કરે છે તેની સામે ભારત સરકાર જે વાંધાનોંધ મોકલે છે તે પણ હવે ઓનલાઈન મોકલાશે અને પાકિસ્તાની દુતાવાસના કોઇ અધિકારીને અત્યંત જરુરી હોય તો જ બોલાવાશે એટલું જ નહીં હાલમાં જ પાકિસ્તાની ગોળીબારમાં કાશ્મીરમાં નાગરિકોના મૃત્યુ થયું તે સમયે ડિમાર્ચ નામની પ્રક્રિયા કે જેમાં આકરો વિરોધ નોંધાવાનો હોય છે તે પણ ફોનથી અને ઓનલાઈન મોકલાયો હતો.


Related News

Loading...
Advertisement