હેમા માલિની તથા ઇશા દેઓલને ચમકાવતી ‘આટા એન્ડ બ્રેડ મેકર્સ’ એડ પાછી ખેંચાઈ

28 May 2020 05:35 PM
Entertainment
  • હેમા માલિની તથા ઇશા દેઓલને ચમકાવતી ‘આટા એન્ડ બ્રેડ મેકર્સ’ એડ પાછી ખેંચાઈ

બોલીવૂડની અભિનેત્રી તથા ભાજપના સાંસદ હેમા માલિની કેન્ટ આરઓ સિસ્ટમની એડમાં ચમકે છે અને હાલમાં કોરોનાની સ્થિતિમાં ગૃહિણીઓને મદદ કરવા માટે આ કંપનીએ બ્રેડ એન્ડ આટા મેકર્સ લોન્ચીંગ કર્યું પરંતુ તેની એડ હવે પાછી ખેંચવાની ફરજ પડી છે. આ એડમાં એવું દર્શાવાયું છે કે ઘરના રસોયાના હાથ કોરોનાથી ઇન્ફેક્ટ હોય શકે છે તેથી તે હાથ અડાડ્યા વગર બ્રેડ અને રોટલીનો લોટ બાંધી શકે અને બનાવી શકે તે માટે આ સાધન મહત્વનું બનશે. એડમાં હેમામાલિની અને તેની પુત્રી ઇશા દેઓલ વચ્ચેનો આ સંવાદ સોશ્યલ મીડિયામાં ટીકાનું પાત્ર બની ગયો અને કંપનીને પણ તેની એડ બૂમરેંગ થતી જાણીને પાછી ખેંચી લેવાની ફરજ પડી છે.


Related News

Loading...
Advertisement