શેરબજારમાં મે મહિનામાં વલણના છેલ્લા દિવસે તેજી: આંક 500 પોઈન્ટ વધીને 32000 કુદાવી ગયો

28 May 2020 04:55 PM
Business
  • શેરબજારમાં મે મહિનામાં વલણના છેલ્લા દિવસે તેજી: આંક 500 પોઈન્ટ વધીને 32000 કુદાવી ગયો

રાજકોટ તા.28
મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો દોર જારી રહેવા સાથે સેન્સેકસમાં 500 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જે 32000ની સપાટીને કુદાવી ગયો હતો. નિફટી પણ 9500ની નજીક પહોંચ્યો હતો.
શેરબજારમાં આજે મે મહિનાના ફયુચરનો છેલ્લો દિવસ હતો એટલે મોટાપાયે વેચાણ કાપણી નીકળી હતી કોરોના કાબુમા આવતો ન હોવાનું કારણ ડિસ્કાઉન્ટ થયેલુ જ છે. ભારત-ચીન વચ્ચે ટેન્શન પણ હળવુ થવા લાગ્યુ હોવાના સંકેતોથી રાહત હતી. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે મુખ્યત્વે વેચાણ કાપણીથી જ આ તેજી છે. બાકી તેજી માટેના કોઈ નવા કારણો રહ્યા નથી. ચોમાસુ સમયસર બેસી જવાની આગાહીની સારી અસર હતી. જો કે આર્થિક મહામંદીના ભણકારા જેવા કારણોનો કચવાટ ઉભો હતો. ગમે ત્યારે આવા કારણ માર્કેટને ફરી મંદીમાં ધકેલી શકે છે.
શેરબજારમાં આજે ઝી ટેલી, આઈશર મોટર્સ, હીરો મોટો, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, મહીન્દ્રા, મારૂતી નેસ્લે, રીલાયન્સ, ટાઈટન અલ્ટ્રાટેક, બજાજ ઓટો, એચડીએફસી બેંક, એચડીએફસી વગેરે ઉંચકાયા હતા. ભારત પેટ્રો, આઈટીસી, વીપ્રો, સ્ટેટ બેંક નબળા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 500 પોઈન્ટના ઉછાળાથી 32000ની સપાટી કુદાવી ગયો હતો. ઉંચામાં 32202 તથા નીચામાં 31641 થઈને 32106 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 148 પોઈન્ટના ઉછાળાથી 9463 હતો જે ઉંચામાં 9490 તથા નીચામાં 9336 હતો.


Related News

Loading...
Advertisement