દ્વારકા જીલ્લાના જસાપર ગામે કામના સ્થળે એકત્ર થયેલા અગિયાર શખ્સો સામે જાહેરનામા ભંગની ફરીયાદ

28 May 2020 02:53 PM
Jamnagar
  • દ્વારકા જીલ્લાના જસાપર ગામે કામના સ્થળે એકત્ર થયેલા અગિયાર શખ્સો સામે જાહેરનામા ભંગની ફરીયાદ

જીલ્લામાં 44 વ્યકિતઓ સામે ગુના નોંધાયા

જામખંભાળીયા, તા. ર8
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે જાહેરનામાનો ભંગ કરવા સબબ ભાણવડ તાલુકામાં 14 મળી જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી કુલ 44 આસામીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેમાં ભાણવડથી આશરે 23 કી. મી. દુર તાલુકાના જસાપર ગામની સીમમાં ખેતર નજીકના પાળાના ચાલી રહેલા કામના સ્થળે રહેલા અગિયાર શખ્સો કરણા જગાભાઈ કરણાભાઈ કરંગીયા, હમીર રાજશીભાઈ કરંગીયા, લખમણ આલાભાઈ કરંગીયા, પબા જેઠાભાઈ કરંગીયા, મેરામણ મુરુભાઈ કરંગીયા, લાખા અરજણભાઈ કરંગીયા, હમીર સવાભાઈ સાંજવા, હમીર સાજણભાઈ વિંજવા, પ્રવીણ હમીરભાઈ સાંજવા, કનુભાઈ જેઠાભાઈ વાઢીયા, ડાડુ રણમલભાઇ આહીર નામના અગિયાર શખ્સો સામે ઉપરાંત પુનિત જેઠાભાઇ સોલંકી, રાજ જેન્તીભાઈ સોમૈયા, અને ભકા માંડાભાઈ મોરી સામે ભાણવડ પોલીસમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં રાજુ દેવાભાઈ સોઢા, વિજય અનિલભાઈ સોઢા અને દેવા ચનાભાઈ સોઢાના ત્રણ શખ્સો સામે જ્યારે તાલુકાના સલાયા ગામના આરીફ સલીમ ચમડિયા, જયંતીભાઈ નારણભાઈ હોરીયા, ઓસમાણ ઈબ્રાહીમભાઇ સંઘાર અને સબીદ મામદ માણેકના ચાર શખ્સો સામે ઉપરાંત અસલમ ઇશાકભાઈ માણેક અને સિરાજ સતારભાઈ વાઢા નામના બે શખ્સો સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ઉપરાંત દ્વારકામાં જખરાજ પાલણજી ચારણ, જાવિદ કાસમ લુચાણી, હનીફ જુમાભાઈ લુચાણી, અને શરીફ ઈસ્માઈલભાઈ પઠાણ નામના ચાર શખ્સો સામે જયારે ઓખામાં નિલેશ ભગવાનદાસ વિઠલાણી, સલીમ રજાક બોલીમ, અજરુદ્દિન ઇન્દ્રિશ બેતારા નામના ત્રણ શખ્સો સામે ઉપરાંત મીઠાપુરમાં હરીશ રત્નાભાઇ પરમાર, ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પોપટ, રવિ રમેશભાઈ જોગીયા, હિસ્મતભાઈ ભાણજીભાઈ ટાકોદરા, મનસુખભાઈ રાજાભાઈ વેગડા, સની રામાભાઇ વઘોરા, વિજય દેવાભાઈ વારસાકિયા, હરદેવસિંહ વિજયસિંહ વાઢેર, સુરા નાથાભાઈ ચાસિયા, વિનોદરાય શાંતિલાલ ઠાકોર, મહેશ સોમાભાઈ સાદીયા અને ગોપાલ લક્ષ્મણભાઈ ચાનપા નામના બાર શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ નાથા ભીખાભાઈ સોલંકી અને રાજેશ પ્રાણલાલ છત્રાલિયા નામના બે શખ્સો સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.


Loading...
Advertisement