મોરબીમાં 4700 ખેડૂતના ચણાની ખરીદી અટકી ગઇ

28 May 2020 02:15 PM
Morbi
  • મોરબીમાં 4700 ખેડૂતના ચણાની ખરીદી અટકી ગઇ

ટેકાનો ભાવ આપવા રજુઆત

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. ર8
મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ બાદ અચાનક જ સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દ્વારા સીએમને લેખતીમાં રજૂઆત કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ બાકી રહી ગયેલા 4700 ખેડૂતોના ચણા લેવાની માગ કરી છે. મોરબી - માળીયા ( મી ) ટંકરા તથા વાંકાનેર તાલુકામાં પુરવઠા નિગમ દ્રારા ઓનલાઈન ચણાની ખરીદી માટે કુલ મળીને 5500 ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાંથી મોરબી અને ટંકારા ખાતે ગુજકો માશોલ દ્વારા ચણાની ખરીદી ચાલુ કરવામાં આવેલ હતી જો કે, મોરબી ખાતે 50 ખેડૂતો તથા ટંકારા ખાતે 273 ખેડૂતોને બોલાવી ચણાની ખરીદી કરવામાં આવી ત્યાં અચાનક સરકાર દ્રારા ચણાની ખરીદી બંધ કરવામાં આવેલ છે જેથી કરીને સરકારના ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ હાલમાં 4700 ખેડૂતોના ચણા લેવાના બાકી છે માટે તાત્કાલિક બાકી રહી ગયેલ ખેડૂતોના ટેકના ભાવે ચણાની ખરીદી કરવાનું કામ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મગનલાલ ડી. વડાવિયાએ સીએમને કરી છે.


Loading...
Advertisement