મોરબી જિલ્લાના ખેડૂતોને ‘આત્મનિર્ભર’ બનાવો

28 May 2020 02:14 PM
Morbi
  • મોરબી જિલ્લાના ખેડૂતોને ‘આત્મનિર્ભર’ બનાવો

જણસને તાત્કાલિક ખરીદી કરી પેમેન્ટ ચુકવવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. ર8
કોરોનાની મહામારી ના કારણે લોકડાઉનથી બજારો અને માર્કેટિંગ યાર્ડો પણ બંધ છે જેથી કરીને ખેડૂતોની જણસ હજુ સુધી વેચાઈ નથી ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવા માટેના જે કેન્દ્રો ખોલવામાં આવેલ છે. તેમાં રજીસ્ટ્રેશન તેમજ ખરીદીની ગતિ ખુબજ ધીમી હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે માટે મોરબી જીલ્લામાં ખેડૂતોની જણસની તાત્કાલિક ખરીદી કરીને પેમેન્ટ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવા, માળીયા (મી.) તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ભાવેશ ભીમજીભાઈ સાવરીયા, મોરબી જિલ્લા સરપંચ એસો.ના પ્રમુખ કૂલદીપસિંહ કે.જાડેજા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે, ખેડૂતોના રજીસ્ટ્રેશનમાં વધારો કરવામાં આવે જે નંબરો આપેલા છે તે અવાર નવાર ફોન કરવા છતાં ફોન લગતા નથી તેમજ નોધણીના સમય ગાળામાં પણ વધારો કરવામાં આવે તે જરૂરી છે આ ઉપરાંત હાલમાં જે રોજ 20થી30 લોકો નો જ માલ ખરીદવામાં આવે છે. તેમાં પણ વધારો કરવામાં આવે રોજ ઓછામાં ઓછા 200 ખેડૂતોનો માલ ખરીદવામાં આવે તેવું આયોજન તાત્કાલિક કરવામાં આવે તો જ ચોમાસા પહેલા ખેડૂતોનો માલ વેચાઈ શકશે હાલમાં કોટન કોર્પ્રોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જે કપાસ ખરીદવામાં આવે છે, તેમાં પણ રોજના 30 લોકો નો જ માલ ખરીદવામાં આવે છે. તેને બદલે રોજના 200 લોકોનો માલ ખરીદી શકાય તેવું દરેક સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે.
આ ઉપરાંત C.C.I દવારા જે A ગ્રેડ નો જ કપાસ ખરીદવામાં આવે છે, તેને બદલે C અને ઈ એમ દરેક પ્રકાર નો કપાસ ખરીદવામાં આવે અને દરેક ને આમ તો સરખો જ ભાવ આપવો જોઈએ જો C.C.I ના આપે તો ગુજરાત સરકાર દ્વારા ડીફરન્સ ના પૈસા ખેડૂતો ને સબસિડી રૂપે ચૂકવવા આવે તેવી અમારી માગણી છે. કારણ કે બધાજ ખેડૂતો ને એ ગ્રેડ જ કપાસ પકવવો હોય છે. પરંતુ અતિવૃષ્ટિ, ગુલાબી ઇયળોં, મોડુ વાવતેતર વગેરે કારણો સર નબળું ઉત્પાદન થતું હોય છે. પરંતુ ખેડૂતને એ ગ્રેડ પાકે કે સી ગ્રેડ પાકે ખર્ચ તો સરખોજ થતો હોય છે. માટે આ ડીફરન્સ સરકાર ચૂકવે તેવું આયોજન કરવાની માગ કરી છે સાથોસાથ હવામાન ખાતાની આગાહી મુજબ કદાચ 5- જૂન થી વરસાદ થવાની સ્ક્યતા છે. માટે મોરબી જીલ્લામાં ખેડૂતોની જણસની તાત્કાલિક ખરીદી કરીને પેમેન્ટ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Loading...
Advertisement