મોરબીના દારૂ કેસમાં બુટલેગરના મકાનમાંથી વધુ 204 બોટલો મળી

28 May 2020 02:10 PM
Morbi
  • મોરબીના દારૂ કેસમાં બુટલેગરના મકાનમાંથી વધુ 204 બોટલો મળી

માળીયાના વવાણીયા ગામે દરોડો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. ર8
મોરબીના વરીયાનગરમાંથી ગઈકાલે એલસીબી ટીમે દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી આ બુટલેગરના માળિયા તાલુકાના વવાણીયા ગામે આવેલા મકાનમાં પણ દારૂની રેડ કરવામાં આવતા ત્યાંથી દારૂની 204 બોટલો મળી આવતા પોલીસે માલ કબજે કરીને બુટલેગરની સામે વધુ એક ગુનો નોંધાવેલ છે.
મોરબીના સો-ઓરડી પાસે આવેલા વરિયાનગરમાં ગઈકાલે રેડ કરીને એલસીબીના સ્ટાફે વરીયાનગરમાં રહેતા સંદીપ બેચરભાઈ ચાઉં (ઉ.30)ના રહેણાંક મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાંથી દારૂની નાની મોટી 198 બોટલ કબજે કરી હતી ત્યાર બાદ આ બુટલેગર મૂળ માળિયા તાલુકાના વવાણીયા ગામનો હોવાથી માળીયા પોલીસના ચેતનભાઈ કડવાતર સહિતની ટીમે તેના વવાણીયા ગામે આવેલા મકાનમાં દારૂની રેડ કરતા ત્યાંથી 204 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 81,600નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
દેશી દારૂ
મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ઠંડેા તથા ગરમ 2400 લીટર આથો કિંમત રૂપિયા 4800 તેમજ 80 લીટર તૈયાર દેશીદારૂ કિંમત 1600 તથા દેશી દારૂની ભઠ્ઠીના સાધનો અને 12 બેરલ મળીને કુલ 7050નો મુદામાલ કબજે કરીને પોલીસે હૈદર હબીબભાઈ જામ રહે. મૂળ બેલા (આમરણ) હાલ રહે.વેજીટેબલ રોડ ભીમસરની ધરપકડ કરેલી છે.


Loading...
Advertisement