જામકંડોરણાના ચાવડી ગામે સગીરાની છેડતી બાબતે તેના ભાઈ સહિતનાઓ પર હુમલો

28 May 2020 12:41 PM
Dhoraji
  • જામકંડોરણાના ચાવડી ગામે સગીરાની છેડતી બાબતે તેના ભાઈ સહિતનાઓ પર હુમલો

પોલીસે આજ ગામના ચાર શખ્સો સામે ગુન્હો નોંધ્યો

રાજકોટ,તા. 28
જામકંડોરણાના ચાવંડી ગામે યુવતીની છેડતી બાબતે ખેત મજુરી કરતા યુવાન પર ચાર શખ્સોએ બેફામ ગાળો ભાંડી માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જામકંડોરણાનાં ચાવંડી ગામે બનેલા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ચાવંડી ગામે રહેતા અને ખેતમજૂરી કરરતા સુરેશભાઈ પૂંજાભાઈ પરમારે આ જ ગામનાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સુરેશભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પુત્રી પાણી ભરવા ગઇ હતી ત્યારે આરોપીઓએ ધમકી આપી માર માર્યો હતો. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુરેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી નંદીની બહાર પાણી ભરવા જતી હતી ત્યારે હરદીપ બાબુભાઈ પરમાર તથા દેવશી મીઠા ભરવાડ, ગોરા પરમાર અને મેઘજી કરશન પરમાર મોટે મોટેથી બેફામ ગાળો બોલતા હોય જે બાબતની વાત સાહેદ ફરિયાદીને કરતાં તેનો ભાઈ ઠપકો દેવા જતા ફરિયાદી તથા તેના ભાઈ જયેશને બેફામ ગાળો ભાંડી માર મારવા લાગ્યા હતાં.
આરોપીઓ પૈકીના દેવશીભાઈએ જઇ ગાળો ભાંડી ઢીકા પાટુનો માર માર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓએ લાકડી સહિતનાં હથિયારોથી હુમલો કરતાં ફરિયાદી તથા સાહેદને ઇજાઓ પહોંચાડી હતી. તમામ આરોપીઓ વિરુધ્ધ પોલીસે કાયદાની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આરોઓની શોધખોળ શરુ કરી છે.


Loading...
Advertisement