ધોનીનાં રીટાયરમેન્ટની ખબરોથી પત્નિ સાક્ષી ભડકી: આકરા શબ્દોમાં ટીકા કરી

28 May 2020 12:15 PM
India Sports
  • ધોનીનાં રીટાયરમેન્ટની ખબરોથી પત્નિ સાક્ષી ભડકી: આકરા શબ્દોમાં ટીકા કરી

ટવીટ કરનારાઓ જાઓ, તમારૂ કામ કરો: સાક્ષી : ખબર ફેલાવનારાઓને ઝાટકયા બાદ સાક્ષીએ ટવીટ હટાવી સસ્પેન્સ વધાર્યુ

નવી દિલ્હી તા.28
મહેન્દ્રસિંહ ધોનીનાં રીટાયરમેન્ટને લઈને સતત ખબરો આવતી રહે છે. ત્યારે ગઈકાલે આવી ખબરોને લઈને ધોની પત્નિ સાક્ષીએ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. જોકે બાદમાં તેણે ટવીટ ડીલીટ કરીને સસ્પેન્સ વધારી દીધુ હતું.

આ અંગેની વિગત એવી છે કે બુધવારની રાત્રે અચાનક ટવીટર પર ધોનીના રીટાયરમેન્ટની ખબરો ટ્રેંડ થવા લાગી હતી. એવુ લાગ્યુ કે લોકડાઉન દરમ્યાન જ ટીમ ઈન્ડીયાનો પૂર્વ કપ્તાન ક્રિકેટમાંથી વિદાય લેશે પરંતુ ખુબ જ ઝડપથી ધોનીની પત્નિ સાક્ષીએ મોરચો સંભાળી ધોનીની નિવૃતિની ખબરો ફેલાવનારાઓને આડે હાથ લીધા હતા.

સાક્ષીએ ટવીટ કર્યું હતું કે આ બધી અફવાઓ છે. હું માનું છું કે લોકડાઉને લોકોને માનસીકરૂપે અસ્થિર કરી દીધા છે. ટવીટ કરવાવાળાઓ જાઓ, તમારૂ કામ કરો.

ઉલ્લેખનીય છે કે કેટલાંક મહિના પહેલા પણ સાક્ષીએ ધોનીનાં રીટાયરમેન્ટની ખબરોનું ખંડન કર્યુ હતું.


Related News

Loading...
Advertisement