કોરોના માહોલમાં બોલીવુડે નવા ટ્રેન્ડમાં સેટ થવું પડશે

28 May 2020 11:58 AM
Entertainment
  • કોરોના માહોલમાં બોલીવુડે નવા ટ્રેન્ડમાં સેટ થવું પડશે
  • કોરોના માહોલમાં બોલીવુડે નવા ટ્રેન્ડમાં સેટ થવું પડશે
  • કોરોના માહોલમાં બોલીવુડે નવા ટ્રેન્ડમાં સેટ થવું પડશે

સલામતીના ધોરણોના પાલનની સાથે અક્ષયકુમારે શુટીંગ શરૂ કર્યું: આર.બાલ્કીના નિર્દેશનમાં આરોગ્ય મંત્રાલયના એડ કેમ્પેનનું શુટીંગ કર્યું

*‘મને લાગે છે કે કોઈપણ રીતે આમ જ થવું જોઈએ. આપણા સેટ મોટેભાગે લોકોથી ઉભરાતા હોય છે, હવે, સલામતી મહત્વની બની છે, આપણે ઓછામાં ઓછા માણસોથી કામ લેવું પડશે.’ આ શબ્દો ઉચ્ચારે છે. ફિલ્મ મેકર નિખિલ અડવાણી, તેમની અર્જુનકપુર અને પ્રીતસિંઘ સ્ટારર ફિલ્મ નિર્માણ હેઠળ છે.

*હવે ફિલ્મોમાં શુટીંગમાં સોશ્યલ ડીસ્ટન્સ, ચહેરા પર માસ્ક, સેટ પર મર્યાદીત સ્ટાફ એક અનિવાર્ય નવી વાસ્તવિકતા બની રહેશે

*બોલીવુડમાં હાલ મુંબઈ સાગા, રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ, લાલસિંહ ચઢ્ઢા, બ્રહ્માસ્ત્ર, ભૂલભૂલૈયા-2, મિમી જેવી ફિલ્મો અટવાઈ છે.

મુંબઈ તા.28
કોરોના મહામારીએ વિશ્વની વાસ્તવિકતા બદલી નાખી છે. કોરોના પછીની માનવ જિંદગી એ માનવ જાત માટે એક નવી વાસ્તવિકતા છે ત્યારે રૂપેરી પરદે સપનાની સૃષ્ટિ સર્જતા બોલીવુડે પણ હવે આ નવી વાસ્તવિકતાથી ટેવાવું પડશે. કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન લડાઉ તેની સાથે બોલીવુડની પ્રવૃતિ પણ ઠપ્પ થઈ ગઈ છે, કેટલાક સમયથી સરકારે લોકડાઉનમાં છૂટ આપી છે.

ત્યારે બોલીવુડમાં પણ હવે સંચાર થયો છે. બોલીવુડના પ્રતિનિધિઓ પુન: કામ શરૂ કરવા અંગે મહારાષ્ટ્ર સરકારને મળ્યા હતા અને સરકાર દ્વારા લીલીઝંડી પણ અપાઈ હતી અને આ સાથે સોમવારે જ અક્ષયકુમારે કામ શરૂ કરી દીધું હતું. આરોગ્ય મંત્રાલયના એક એડ કેમ્પેન માયે ફિલ્મ મેકર આર. બાલ્કી અને અક્ષયકુમારે કમાલીસ્તાન સ્ટુડીયોમાં કામ શરૂ કર્યું હતું.

અલબત, આ ટીમ શુટીંગ સમયે સોશ્યલ ડીસ્યેન્સીંગ ચહેરા પર માસ્ક અને ઓછામાં ઓછા ક્રુ મેમ્બરો સાથે સાવચેત હતી. હવે બોલીવુડમાં ફિલ્મોનું કામ શરૂ થશે ત્યારે એક નવા જ પ્રકારનો ટ્રેન્ડ રહેશે? તેવા એક પ્રશ્નના જવાબમાં આર.બાલ્કીએ જણાવ્યું હતું કે મારા માટે આ એક મોટી ખોજ બની રહે કે નવા સેટઅપમાં આપરે બધી જ સાવચેતી સાથે કામ કરવું પડશે. આપણે કંઈ કાયમને માટે ઘેર બેસી ન શકીએ.

આગામી દિવસોમાં બોલીવુડમાં ફિલ્મોના સેટ પર સામાજીક દૂરી, ઓછામાં ઓછા ક્રુ મેમ્બર્સ જેવા મોટા ફેરફાર આવશે.સેટ પર સ્ટાફની સંખ્યા ઘટાડવાની ખરાબ અસર નહીં થાય તેવા એક પ્રશ્ર્નના જવાબમાં ફિલ્મ મેકર નિખિલ અડવાણી જણાવે છે કે કદાચ થઈ શકે, પરંતુ આપણે સ્ટાફનો ઉપયોગ રોટેશન મુજબ કરી શકીએ. નાનો સ્ટાફ કામને વધુ અસરકારક બનાવી શકે.


Related News

Loading...
Advertisement