વધુ પડતુ નમક ધીમુ ઝેર! ગુજરાતમાં 2324માંથી 15.5 ટકા બાળકોને હાઈપર ટેન્શન

28 May 2020 11:12 AM
Ahmedabad Gujarat Health
  • વધુ પડતુ નમક ધીમુ ઝેર! ગુજરાતમાં 2324માંથી 15.5 ટકા બાળકોને હાઈપર ટેન્શન

ચાર રાજયોમાં સર્વેમાં ચોંકાવનારા તારણો નિકળ્યા

અમદાવાદ તા.28
ખાદ્યચીજોમાં વધુ પડતા મીઠાના કારણે ગુજરાતનાં બાળકોને ભવિષ્યમાં હૃદયરોગ જેવી ગંભીર બિમારીઓ ઘેરી વળે તેમ હોવાની લાલબતી ધરતો ચોંકાવનારો સર્વે જાહેર થયો છે. રાજયના 2724 વિદ્યાર્થીઓનો સર્વે કરાયો હતો તેમાંથી 15.5 ટકા બ્લડપ્રેસર હોવાનું અને હાઈપર ટેન્શનનો શિકાર હોવાનું માલુમ પડયુ હતું. આ બાળકોની ઉંમર 5 થી 15 વર્ષની હતી. હાઈપર ટેન્શનનો શિકાર બનેલા બાળકોની ઉંમર મોટાભાગે 9 થી 10 વર્ષની જ હતી.

અન્ય રાજયોના બાળકોની આરોગ્ય સ્થિતિની સરખામણી કરવામાં આવે તો હરિયાણામાં 26.5 ટકા, મણીપુરના 29.3 ટકા, તથા ગોવામાં 9.7 ટકા બાળકોને હાઈપર ટેન્શન હોવાનું બહાર આવ્યું છે. એકંદરે શાળામાં અભ્યાસ કરતાં 23 ટકા બાળકોને હાઈપર ટેન્શન હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત, ગોવા, મણીપુર તથા હરીયાણાનાં શહેરી તથા ભાજપ વિસ્તારોનાં શાળાએ જતા 14957 વિદ્યાર્થીઓ પર આ આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો. સરેરાશ 13.6 ટકા બાળકોમાં હૃદયના સંકુચનને લગતુ અને 15.3 ટકા બાળકોમાં ડાયસ્ટોલીક હાઈપર ટેન્શન હતું. 5.9 ટકા બાળકોમાં બન્ને પ્રકારના હતા.

સંશોધનમાં એવુ રસપ્રદ તારણ નિકળ્યુ છે કે, ઉંમર વધવા સાથે હાઈપર ટેન્શન ઘટતુ હોવાનો સમાન ટ્રેંડ માલુમ પડયો છે. બાળકની ઉંમર 5 થી 15 વર્ષની થાય ત્યારે હાઈપર ટેન્શનની માત્રા પણ 33 ટકાથી ઘટીને 16.3 ટકા થતી હોવાનું માલુમ પડયુ છે છોકરીઓમાં આ માત્રા 30.1 ટકાથી ઘટીને 23 ટકા થાય છે.

વિસ્તૃત શ્લેષણમાં એવુ જણાયુ છે કે, સુખી સાધન સંપન્ન પરિવારનાં 29.9 ટકા બાળકોમાં હાઈપર ટેન્શન માલુમ પડયુ હતું. ગરીબ પરિવારનાં બાળકોની ટકાવારી 19 ટકાની હતી.

સંશોધનકારોના કહેવા પ્રમાણે મેદસ્વીતા, માનસીક તાણ, નમકનો તથા ફાસ્ટફૂડનો વધુ ખોરાક આ માટે કારણભૂત છે.


Related News

Loading...
Advertisement