ખરાબ વાતાવરણથી સ્પેસ-એકસનું પ્રક્ષેપણ છેલ્લી ઘડીએ અટકાવી દેવાયુ

28 May 2020 10:50 AM
India Technology
  • ખરાબ વાતાવરણથી સ્પેસ-એકસનું પ્રક્ષેપણ છેલ્લી ઘડીએ અટકાવી દેવાયુ

ઈતિહાસ રચવામાં અમેરિકા એક કદમ દુર રહી ગયુ: ખાનગી કંપની દ્વારા અવકાશયાત્રીને અંતરિક્ષમાં મોકલવાની પ્રથમ ઘટના બનશે: હવે શનિવારે ‘લોન્ચ’ કરાશે

ફલોરિડા તા.28
દશકામાં પ્રથમ વખત અમેરિકી ધરતી, અમેરિકી ઉપકરણોથી અમેરિકીઓને જ અંતરિક્ષમાં મોકલીને ઈતિહાસ સર્જવાથી અમેરિકા એક કદમ દૂર રહી ગયુ છે. ખરાબ વાતાવરણને કારણે સ્પેશ-એકસનું લોન્ચીંગ છેલ્લી ઘડીએ અટકાવી દેવામાં આવ્યુ હતું.

સ્પેસ એકસનું એક રોકેટ નાસાના પાયલોટ ડગ હર્લી તથા બોબ બેન્કન સાથે ડ્રેગન કેપ્સ્યુલ લઈને અંતરિક્ષ સ્ટેશનથી ઉડાન ભરવાનું હતું. પરંતુ ખરાબ વાતાવરણને કારણે છેલ્લી ઘડીએ પ્રોજેકટ અટકાવી દેવામાં આવ્યો હતો. પ્રક્ષેપણને માત્ર 20 મીનીટની વાર હતી ત્યારે તે અટકાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

હવે નવુ સમયપત્રક ઘડવામાં આવ્યુ છે. શનિવારે બપોરે 3.22 વાગ્યે ફરી વખત રોકેટનું પ્રક્ષેપણ કરવામાં આવશે. પ્રથમ વખત સરકારને બદલી ખાનગી એજન્સી અવકાશયાત્રીને અવકાશમાં મોકલી રહી છે. નવ વર્ષમાં પ્રથમ વખત અવકાશયાત્રી ફલોરિડા સ્પેશ સ્ટેશનથી ઉડાન ભરવાના છે. હવે શનિવારે બધુ ઠીકઠાક થઈ જશે તો સ્પેસએકસ ડેમો-2 લોન્ચ નાસાના અંતરિક્ષયાત્રીઓને ફાલ્કન 9 રોકેટ મારફત અવકાશ સ્ટેશનમાં મોકલવામાં આવશે.

આ પ્રક્ષેપણને અનેક રીતે ઐતિહાસિક ગણવામાં આવે છે. અંતરિક્ષમાં પહોંચવા માટે રૂસ પર આધાર રાખવો પડતો હતો. હવે અમેરિકા આત્મનિર્ભર બન્યું છે. ખાનગી કંપની અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલે તે પણ પ્રથમ વખત બનશે. ખાનગી અંતરિક્ષ યાન વિકસીત કરવા માટે ઓબામાના કાર્યકાળ દરમ્યાન પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement