કોરોના સામે અગ્રીમ મોરચે લડતી પોલીસ દારુડીયા સામે બની લાચાર: મોઢું સુંઘવા હિંમત કરતી નથી

28 May 2020 10:24 AM
Ahmedabad Gujarat
  • કોરોના સામે અગ્રીમ મોરચે લડતી પોલીસ દારુડીયા સામે બની લાચાર: મોઢું સુંઘવા હિંમત કરતી નથી

છતાં FRIમાં રાબેતા મુજબ મોઢું સુંઘ્યાનું લખવામાં આવે છે

અમદાવાદ તા.28
દારુડીયાને પકડવા પોલીસ સામાન્ય રીતે તેના નાક નજીક જઈ ગંધ પારખવા ઉંડો શ્વાસ લેતી હોય છે પણ કોરોના મોરચે અગ્રીમ મોરચે લડતી પોલીસને સમજાયું છે કે કોરોના વાયરસ શ્વાસના ડ્રોપલેટથી પણ ફેલાય છે. દારુ પીતા પકડાયેલા લોકો સામેની એફઆઈઆરમાં અમુક રીતે ઉલ્લેખ થતા સ્નાઈફ ટેસ્ટ હવે માત્ર નામનું જ અવલોકન રહ્યું છે.

વોરના પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોરોના કાળમાં સામાજીક દૂરી મહત્વની છે. પોલીસ જયારે લખે કે તેમણે દારુડીયાના મુખમાંથી ગંધ પકડી હતી ત્યારે એ માત્ર પ્રક્રિયાનું પાલન જ છે. દારુ પીવો છે કે નહીં તે જાણવા જૂના સમયના ઈનટેલેશન (શ્વાસ લઈ ગંધ પારખવી) બતાવે છે કે બીજા એનાલાઈઝર જેવા આધુનિક ડિવાઈસીસની અછત છે.

ગત સોમવારે સેટેલાઈટ પોલીસે 29 વર્ષના એક દારુડીયાને તેના ઘરેથી પકડયો હતો. એફઆઈઆર મુજબ અમને અને પંચના સાક્ષીઓને દારુડીયાનું મોઢું સુંઘી તે પીધેલો હોવાની ખાતરી કરી હતી.

વસ્ત્રાપુર પોલીસે પણ રવિવારે 44 વર્ષના એક માણસને ડ્રન્ક-ડ્રાઈવિંગ કેસમાં પકડયો હતો. આ કેસમાં પણ પંચના બે સાક્ષી અને પોલીસને આરોપીના મોઢામાંથી વાસ આવી હતી.

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ એફઆઈઆરમાં વિગતો લખવા અમારે ચોકકસ ઢબે (ટેમ્પલેટ)માં લખવું પડે છે. અગાઉ પોલીસ વ્યક્તિથી જઈ તેનું મોઢું સુંઘતી હતી, પણ કોરોના પછી અને પ્રોહીબીશન કેસના આરોપી સામે ગુનો નોંધતી વખતે છેટા રહીએ છીએ. પંચના સાક્ષીઓને પૂછવામાં આવે છે કે આ પીધેલો લાગે છે કે નહીં. બહુમતી એમ કહે કે હા તો તેના આધારે નોંધાય છે. બન્ને કોઈએ દારુ પીવાની શંકા લાગે ત્યારે તેની આંખો અને હલનચલન જોઈએ છીએ. અમે તેનું નામ અને સરનામું પૂછીએ છીએ. તેની જમાત લડખડાતી હોય તો સમજી જઈએ છીએ કે તે પીધેલો છે. તે જયારે બોલે છે ત્યારે આલ્કોહોલની ગંધ ફેલાય છે. આજકાલ અને આવી બાબતો પર આધાર રાખીએ છીએ.

પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ ટેમ્પ્લેટ બદલવામાં આવશે. એફઆઈઆરમાં આવો ઉલ્લેખ છે કે નહીં તે હું જોઈ જઈશ, આજકાલ કોલી પોલીસ કોઈનું મોઢું સુંઘતા નથી.


Related News

Loading...
Advertisement