અનાજનાં કાળાબજાર, બિયારણમાં ખેડુતોની હેરાનગતિ સામે સરકારની લાલ આંખ: કેબીનેટમાં ચર્ચા

27 May 2020 05:22 PM
Ahmedabad Gujarat
  • અનાજનાં કાળાબજાર, બિયારણમાં ખેડુતોની હેરાનગતિ સામે સરકારની લાલ આંખ: કેબીનેટમાં ચર્ચા

માર્કેટ યાર્ડોમાં પણ સોશ્યલ ડીસ્ટન્સના પાલન કરાવવા કડક સુચના

ગાંધીનગર, તા.27
રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ વચ્ચે એપીએમસી માર્કેટ ઉપરાંત અન્ય બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કામગીરી કરવામાં આવે અને સમગ્ર નિયમનું પાલન થાય તે જોવા પ્રધાનમંડળની કેબિનેટ બેઠકમાં તાકીદ કરવામાં આવી છે.આ ઉપરાંત અનાજ સહીત અન્ય વસ્તુઓ ના કાળા બજાર સામે સરકાર કાર્યવાહી કરશે અને તે માટેની મુદ્દાસરની ચર્ચા કેબિનેટ બેઠકમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ મુદ્દે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમિત કેસો સંબંધિત સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં અનાજ કરિયાણું તેમજ અન્ય ચીજ-વસ્તુઓના ભાવમાં થતાં કાળા બજાર અંગે પણ કેબિનેટમાં ચર્ચા થઈ હોવાના અહેવાલ છે .જેમાં રાજ્ય સરકાર કાળા બજાર કરતા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરશે અને આ માટે પુરવઠા વિભાગને પણ સૂચના આપી દેવામાં આવી છે.

તો બીજી તરફ ખેડૂતોના બિયારણમાં વધુ ભાવ લેનાર કંપનીઓ સામે પણ સરકારે લાલ આંખ કરી છે. એટલું જ નહીં સંલગ્ન વિભાગોને પણ સૂચના આપી છે કે ખેડૂતોની જે પણ ફરિયાદ આવે એનો તાકિદે ઉકેલ લાવવામાં આવે સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી નિવારવા માટે અધિકારીઓને સુચના આપી છે કે જે જગ્યાએ પાણી પહોંચતું નથી એવા વિસ્તારોમાં ટેન્કર દ્વારા ખૂબ જ ઝડપથી પાણી પહોંચાડવામાં આવે તેવી સૂચના આપી હોવાના અહેવાલ છે.


Related News

Loading...
Advertisement