વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરોેએ સ્ટેડીયમમાં પ્રેકટીસ શરુ કરી દીધી

27 May 2020 05:19 PM
Sports
  • વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરોેએ સ્ટેડીયમમાં પ્રેકટીસ શરુ કરી દીધી

લાંબા સમયથી તમામ સ્પોર્ટસ એક્ટીવીટી બંધ છે અને ક્રિકેટરો પણ તેમના આલીશાન આવાસમાં અકળાઇ રહ્યા છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડે ઓપન જ પ્રેકટીસ કરવા અંગે હજુ યોગ્ય સમય નથી તેવું જાહેર કર્યું છે પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમ આગામી જુલાઈમાં ઇંગ્લેન્ડ જવાની છે અને તેના માટે કેપ્ટન જેસન હોલ્ડર સહિતના ખેલાડીઓ અહીંના કોરોનામુક્ત જાહેર થયેલા સ્ટેડીયમમાં નેટ પ્રેકટીસ કરવા લાગ્યા છે. જો કે તેમાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતનાં નિયમો જાળવવાની તાકીદ કરાઈ છે અને તબીબો અને અન્ય ટીમ પણ આ પ્રેકટીસ સમયે હાજર રહેશે. જો કે જે રીતે ખેલાડીઓ રમવા ટેવાયેલા છે તેથી સોશ્યલ ડિસ્ટન્સ કેમ જાળવી શકશે તે પણ પ્રશ્ર્ન છે.Related News

Loading...
Advertisement