જેન્તી રવિ જાય છે... જાય છે... અને અગ્ર સચિવ સિવિલ દોડી ગયા

27 May 2020 05:16 PM
Ahmedabad Gujarat
  • જેન્તી રવિ જાય છે... જાય છે... અને અગ્ર સચિવ સિવિલ દોડી ગયા

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કોરોનાના કારણે બદનામ થઈ ગઈ છે અને ગુજરાત હાઈકોર્ટે પણ ગઈકાલે એક આકરા ઠપકામાં કોરોના અને સિવિલ મુદે કોઈ અસત્ય કે અર્ધસત્ય નહી કહેવા અધિકારીઓને તાકીદ કરી એટલું જ નહી હાઈકોર્ટે એવુ પણ કહ્યું કે તમો જે કહેશો તેની ચકાસણી કરવા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સિવિલમાં ગમે ત્યારે પહોંચી શકશે. પછી અમને કહેતા નહી. હાઈકોર્ટના નિરીક્ષણના કલાકોમાં જ જેન્તી રવિ તાત્કાલીક સિવિલ દોડી ગયા હતા અને કેટલીક વ્યવસ્થાઓ નિહાળી હતી. ગઈકાલે એ પણ ચર્ચા હતી કે જેન્તી રવિ ગમે ત્યારે બદલી શકે છે. પરંતુ ભાજપના સૂત્રો કહે છે કે તેમને એમ સહેલાઈથી કોરોનાની જવાબદારી મુક્ત થવા દેવાશે નહી પરંતુ યોગ્ય સમયે નિર્ણય લેવાશે. નેહરાને જેમ જવું પડયું તે હજુ એ લોબી ભુલી નથી.


Related News

Loading...
Advertisement