નહેરાની બદલી રાજકીય જ હતી

27 May 2020 05:15 PM
Ahmedabad Gujarat
  • નહેરાની બદલી રાજકીય જ હતી

અમદાવાદના મ્યુનિ. કમિશ્નર તરીકે કોરોનાની લડાઈ લડી રહેલા વિજય નેહરાને અચાનક જ બદલવામાં આવ્યા તેમાં તેમને કોરોના પોઝીટીવ થવાથી કવોરેન્ટાઈન થવું પડયું તેવું તારણ જાહેર કરાયું હતું. પરંતુ અમદાવાદના જ ડેપ્યુટી મેયર મકવાણાએ ગઈકાલે નેહરા સામે જે ઝુંબેશ ટવીટર પર થઈ હતી તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે નેહરાને બદલવા માટે જણાવ્યું હતું અને અમારા કહેવાથી જ બદલી થઈ છે. આમ ડેપ્યુટી મેયરે પેપર ફોડી નાંખ્યું અને સ્થાનિક તંત્રના દબાણથી નેહરાની બદલી થઈ હતી. વાસ્તવિકતા એ છે કે અમદાવાદના મેયર બિજલ પટેલ અને સમગ્ર શાસક પાંખ નેહરાની વિરુદ્ધ ગયા હતા પરંતુ મુખ્યમંત્રીનો સપોર્ટ હતો ત્યાં સુધી નેહરા ટકી ગયા. કોરોનાના હાઈ પ્રોફાઈલ વિધાનોએ નેહરાને બદલવાની ફરજ પાડી.


Related News

Loading...
Advertisement