રાજય સરકાર કેલેન્ડરના ભરોસે

27 May 2020 05:12 PM
Ahmedabad Gujarat
  • રાજય સરકાર કેલેન્ડરના ભરોસે

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે પણ રાજય સરકાર હવે ફકત સમય કાઢવા જ માંગતી હોય તેવા દ્રશ્યો છે. કોરોનાનું હાઈપ્રોફાઈલ બ્રીફીંગ સાવ રોકાવી દીધુ છે. પ્રેસનોટ પણ નાની-નાની થતી જાય છે. અમદાવાદના કયા વિસ્તારમાં કેટલા કેસ હતા તે માહિતી પણ હવે જાહેર થતી નથી. રાજયના કેટલા જિલ્લામાં કેટલા કેસ છે કેટલા મૃત્યુ થયા છે કેટલા ડીસ્ચાર્જ થયા છે તે પણ માહિતી હવે બંધ કરાઈ છે અને કદાચ થોડા દિવસમાં પ્રેસ યાદી પણ બંધ થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ફકત સમય વિતાવી રહી છે એ રિપોર્ટ પર કે જૂનના અંતમાં કોરોના વિદાય લેશે.


Related News

Loading...
Advertisement