ગ્રામ્ય અમદાવાદમાં 35 ટકા કેસ ઔદ્યોગીક વિસ્તારમાંથી

27 May 2020 05:10 PM
Ahmedabad Gujarat
  • ગ્રામ્ય અમદાવાદમાં 35 ટકા કેસ ઔદ્યોગીક વિસ્તારમાંથી

રાજયમાં કોરોના વચ્ચે ઉદ્યોગો ફરી શરૂ કરવા માટે સરકારે પ્રયત્ન કર્યા. જો કે એક તરફ હજુ ઉદ્યોગોની પુરી ચેઈન સક્રીય થઈ નથી તો બીજી તરફ પરપ્રાંતિય મજુરો પણ ચાલ્યા ગયા છે. જેના કારણે ઉદ્યોગો પૂર્ણ રીતે સક્રીય થયા નથી ત્યાં જ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ જે રીતે વધતા જાય છે તે સરકારની ચિંતા છે. અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ ગ્રામ્ય, રાજયોમાં કોરોનાના કેસમાં નંબર ટુ પર આવી ગયુ છે. જોતજોતામાં અહી 170 પોઝીટીવ કેસ નોંધાઈ ગયા છે જેમાં 35 ટકા કેસ ઔદ્યોગીક વિસ્તારના છે. કેડીલાના 70 કર્મચારીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. કુલ કેસ નોંધાયા તેમાં 32 ટકા ગ્રામ્ય વિસ્તારના હતા અને માનવામાં આવે છે કે ગઈકાલે મુખ્યમંત્રીએ ગ્રામ્ય વિકાસ કમિશ્નર વિજય નેહરા સાથે જે મુલાકાત કરી તેનો હેતુ અમદાવાદ ગ્રામ્યને કંટ્રોલ કરવાનો હતો.


Related News

Loading...
Advertisement