હાઇકોર્ટના જજીસ સિવિલમાં તપાસ કરે તે પૂર્વે રાજય સરકાર હરકતમાં : સીએમએ વ્યવસ્થાઓ નિહાળી

27 May 2020 04:39 PM
Ahmedabad Gujarat Rajkot
  • હાઇકોર્ટના જજીસ સિવિલમાં તપાસ કરે તે પૂર્વે રાજય સરકાર હરકતમાં : સીએમએ વ્યવસ્થાઓ નિહાળી
  • હાઇકોર્ટના જજીસ સિવિલમાં તપાસ કરે તે પૂર્વે રાજય સરકાર હરકતમાં : સીએમએ વ્યવસ્થાઓ નિહાળી

ગઇકાલે સાંજે જ આરોગ્ય સચિવ દોડી ગયા : સિવિલના અંધેર વહિવટથી હાઇકોર્ટ નારાજ થયાના અહેવાલથી દોડધામ

રાજકોટ તા.27
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર ઉપરાંત રઝળતા મૃતદેહોના અહેવાલો બાદ ગુજરાત હાઇકોર્ટ સુઓ મોટો કરી અરજી પર સુનાવણી કરી સરકારને ઝાટકી નાંખી છે. સરકારે બચાવ કરતા મારેલા હવાતીયા અને આરોગ્ય મંત્રીની સફાઇથી હાઇકોર્ટ વધુ નારાજ થઇ હતી અને સિવિલમાં ગુજરાત હાઇકોર્ટના જજીસ ઓચીંતી તપાસ કરશે તેવુ આકરૂ વલણ અપનાવતા ફફડી ઉઠેલી સરકાર હરકતમાં આવી હતી. સિવિલની સ્થિતિનો રિપોર્ટ વ્યવસ્થા આજે ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સીએમ ડેશબોર્ડ માઘ્યમથી નિહાળી જરૂરી સૂચનાઓ કરી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવના દર્દીઓની ચાલતી સારવાર-સારવારમાં બેદરકારી-દર્દીઓ સાથેનો અમાનવીય વ્યવહાર અને રઝળતા મૃતદેહોના અહેવાલો બાદ ગુજરાત હાઇકોર્ટ સુઓ મોટો કરી સરકારે ઝાટકી નાખી હતી. આરોગ્ય પ્રધાને સફાઇ આપી હતી તેનાથી ભડકી ઉઠેલી હાઇકોર્ટે હવે જજીસની પેનલ હાઇકોર્ટની મુલાકત કરશે અને વિગતો જણાશે તેવી વાત ઉચ્ચારતા જ ગઇકાલે સાંજે આરોગ્ય સચિવ જયંતી રવિ સિવિલ દોડી ગયા હતા અને વ્યવસ્થા-સારવારની ચકાસણી કરી હતી.

દરમિયાન સિવિલમાં હાઇકોર્ટના જજીસ તપાસ કરે અને ક્ષતિ જણાય નહી તે સંદર્ભે ચિંતીત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આજે સીએમ ડેશબોર્ડના માઘ્યમથી સિવિલની વ્યવસ્થા-સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ નિહાળી જરૂરી સૂચનો કર્યા હતાં.


Related News

Loading...
Advertisement