કોરોનાના પગલે ઉત્તરવહી અવલોકન ‘ફી’માં અડધોઅડધ ઘટાડો કરતું શિક્ષણ બોર્ડ

27 May 2020 04:07 PM
Ahmedabad Education Gujarat Rajkot
  • કોરોનાના પગલે ઉત્તરવહી અવલોકન ‘ફી’માં અડધોઅડધ ઘટાડો કરતું શિક્ષણ બોર્ડ

વિજ્ઞાન પ્રવાહના ફીઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટીક્સ માટે હવે 300ના બદલે રૂા. 150 ફી સ્વીકારશે : પૂરી રકમ અગાઉ ભરનારને અડધી પરત કરાશે

રાજકોટ,તા. 27
કોરોના વાઈરસની મહામારીએ મારેલા ફૂંફાડાના પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉતરવહી અવલોકન ફીમાં અડધોઅડધ ઘટાડો કરેલ છે.

આ અંગે શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું છે કે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનાં મુખ્ય ચાર વિષયો જેમાં ફીઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટીક્સ માટે ઉતરવહી અવલોકન માટેની ફી વિષયદીઠ રુા. 300 નિયત કરવામાં આવી હતી.

પરંતુ વર્તમાન સંજોગોમાં કોરોના વાઈરસની વકરેલી મહામારીના પગલે ઉતરવહી અવલોકન ફીમાં ઘટાડો કરવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સૂચના આપવામાં આવી હતી તેની તાત્કાલીક અસરથી આજથી જ ઉતરવહી અવલોકન ફીમાં અડધો અડધ ઘટાડો કરવામાં આવેલ છે.

અગાઉ અવલોકન માટેની વિષય દીઠ ફી રુા. 300 જે અરજદારોએ ચૂકવેલ છે તેવા અરજદારોને બોર્ડ દ્વારા અવલોકન ફીમાં થયેલા ઘટાડા મુજબ મળવાપાત્ર રકમ વિષયદીઠ રુા. 150 પરત કરાશે. જેની શાળા સંચાલકો અને આચાર્યોને નોંધ લેવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement