રાજયના કર્મચારીઓને તો બે વર્ષના મોંઘવારી ભથ્થા વધારાનો ડામ લાગશે!

27 May 2020 03:52 PM
Ahmedabad Gujarat Rajkot
  • રાજયના કર્મચારીઓને તો બે વર્ષના મોંઘવારી ભથ્થા વધારાનો ડામ લાગશે!

ગત વર્ષનું જુલાઈ-ડિસે.માં જાહેર થયેલા મોંઘવારી ભથ્થા વધારો હજું પગારમાં ભળ્યો નથી

રાજકોટ: ગુજરાતમાં રાજય સરકારના કર્મચારીઓના પગાર મોડા થવાનો ભય છે તેની સાથે રાજયના કર્મચારીઓ માટે તેમનું ગત જુલાઈથી જે મોંઘવારી ભથ્થુ બાકી છે તે પણ કયારે ચૂકવાશે તેની ચિંતા છે.

કેન્દ્ર દ્વારા જાહેર થયેલા ગત જુલાઈ-ડિસેમ્બર- કવોટાના 4% મોંઘવારી ભથ્થાનો પણ અમલ થયો નથી અન હવે કેન્દ્રએ કોરોનાના કારણે ચાલુ વર્ષે જાન્યુઆરી 2020 થી જુલાઈ 2021 સુધીના મોંઘવારી ભથ્થા સ્થગીત કર્યા છે તેથી કેન્દ્રનું મોંઘવારી ભથ્થુ જાહેર થશે નહી જેના કારણે રાજયના કર્મચારીઓને પણ હવે દોઢ વર્ષ મોંઘવારી ભથ્થાનો નવો વધારો પણ મળશે નહી તેવા સંકેત છે.

આમ રાજયના કર્મચારીઓનો બે વર્ષનો મોંઘવારી ભથ્તા વધારો અટકશે. ગુજરાત સરકારે આ અંગે જબરુ મોન સેવી લેતા કર્મચારી સંગઠનો અકળાય છે પણ હાલની કોરોનાની સ્થિતિમાં ‘અળખામણા’ નહી થવાનો વ્યુહ છે.


Related News

Loading...
Advertisement