T-20 વર્લ્ડકપ 2 વર્ષ પાછો ઠેલાયો: હવે ઓકટોબર-નવેમ્બરમાં IPLની તૈયારી

27 May 2020 03:38 PM
India Sports World
  • T-20 વર્લ્ડકપ 2 વર્ષ પાછો ઠેલાયો: હવે ઓકટોબર-નવેમ્બરમાં IPLની તૈયારી

આઈસીસીએ ભારતીય ક્રિકેટ બોર્ડનું ‘માન’ રાખ્યું

નવી દિલ્હી: દેશમાં આગામી ઓકટોબરમાં આઈપીએલ રમાડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ વર્ષના અંતે રમાનારા ટી20 વર્લ્ડકપને હવે 2022 સુધી મુલત્વી રખાયો છે અને આઈસીસીએ હવે ઓકટોબરમાં આઈપીએલ રમાડવા માટે ખાસ ‘સમય’ ફાળવી દીધો છે.

ટી20 વર્લ્ડકપ 18 ઓકટોથી 15 નવે. સુધી યોજાવાની હતી પણ હવે તે બે વર્ષ પાછી ઠેલી દેવાઈ છે અને આ એક માસ અને તેના થોડા આજુબાજુના દિવસોમાં આઈપીએલ રમાડવા તૈયારી છે.

આ અંગે હવે ટુંક સમયમાં ક્રિકેટ બોર્ડ નિર્ણય લેશે. જો કે કોરોના સોશ્યલ ડિસ્ટન્સની સ્થિતિ જોતા પ્રેક્ષકોને સ્ટેડીયમમાં લાવવાથી લઈને અનેક પ્રશ્નો છે પણ બોર્ડ તથા ફ્રેન્ચાઈઝી તે ઉકેલી લેવાશે તેવી આશા ધરાવે છે. આ અંગે આવતીકાલે સતાવાર જાહેરાત થશે.


Related News

Loading...
Advertisement