લોકડાઉન-5 હવે રાજયો જ નકકી કરશે: સિનેમા હોલ-શોપીંગ મોલ પણ ખુલ્લા કરાશે

27 May 2020 03:35 PM
India
  • લોકડાઉન-5 હવે રાજયો જ નકકી કરશે:  સિનેમા હોલ-શોપીંગ મોલ પણ ખુલ્લા કરાશે

કોરોના સામેની લડાઈમાંથી કેન્દ્ર જવાબદારી ઘટાડશે: તા.1 જુનથી રાજયો ખુદની સ્થિતિ મુજબ નિર્ણયો લેશે: કેન્દ્ર મોટાપાયે છુટછાટ આપશે સિનેમા હોલ-શોપીંગ મોલ પણ ખુલ્લા કરાશે

નવી દિલ્હી તા.27
દેશમાં લોકડાઉન ફોર-4 ના અંત પછી કેન્દ્ર સરકાર લોકડાઉનમાંથી તેના હાથ પાછા ખેંચી લે તેવા સંકેત છે અને લોકડાઉન 5 પૂર્ણ રીતે રાજયો નિશ્ચિત કરશે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોનામાં તદન અસંતુલીત ચિત્ર છે. ત્રણ-ચાર રાજયો સિવાય અન્ય રાજયો કોરોનાનો મુકાબલો કરવામાં સફળ રહ્યા છે અને હવે આર્થિક ચિંતા વધુ છે કેન્દ્રે રેલવે વિમાની સહીતની તેના હસ્તકની સેવાઓ તબકકાવાર શરૂ કરી છે.

હાલ જે આંતર રાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધ છે તે રાજયો નિશ્ચિત કરી રહ્યા છે. અને કેન્દ્ર લોકડાઉન વધારે તે પૂર્વે અનેક રાજયો લોકડાઉન લંબાવવા કે તેની જોગવાઈઓમાં ફેરફાર કરે કેન્દ્રએ લોકડાઉન 4 માં પણ ઝોન-નકકી કરવા કે પછી ક્નટેનમેન્ટ એરીયા નકકી કરવાની જવાબદારી રાજયને સોંપી હતી. દુકાનો શરૂ કરવાનું પણ રાજય પર છોડયુ હતું. હવે કેન્દ્રીય સેવાઓ લગભગ શરૂ થઈ છે.

કેન્દ્ર સરકાર હવે ટુરીઝમે અર્થતંત્ર સરહદી તનાવ આંતર રાષ્ટ્રીય મુદાઓ આ ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે આગામી લોકડાઉનમાં સિનેમા ધરો શોપીંગ મોલ, રેસ્ટોરા જાહેર સમારોહ વગેરેને છુટછાટ મળશે જીમ પણ શરૂ થશે અને શાળા કોલેજો પણ શરૂ કરવાની છૂટ અપાશે પણ આ તમામ નિર્ણય રાજય સરકાર પર છોડાશે.


Related News

Loading...
Advertisement