ભારત સાથે પિન્ક બોલ ટેસ્ટ રમવાની મજા આવશે : સ્ટાર્ક

27 May 2020 03:18 PM
Sports
  • ભારત સાથે પિન્ક બોલ ટેસ્ટ રમવાની મજા આવશે : સ્ટાર્ક

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયા સાથે ઇન્ડીયા પિન્ક બોલ ટેસ્ટ રમવાની વાત લોકડાઉન પહેલાં ચાલી રહી હતી અને હવે મિચેલ સ્ટાર્કે પણ કહ્યું છે કે તેમની સાથે પિન્ક બોલ ટેસ્ટ રમવાની મજા આવશે. ગયા વર્ષે ભારતે ડે નાઈટ ટેસ્ટ રમવાની ના પાડી દીધી હતી. જો કે ફેબ્રુઆરીમાં સૌરવ ગાંગુલીએ પણ આ ટેસ્ટ માટે હા પાડી હતી. આ સંદર્ભે સ્ટાર્કે કહ્યું કે મારા ખ્યાલથી ભારત સાથે પિન્ક બોલ ટેસ્ટ રમવાની મજા આવશે. ચાહકોને પણ આ ગમશે અને કોન્ટેસ્ટમા બેટ અને બોલની સારી જુગલબંધી જોવા મળશે. ભારત પિન્ક બોલ ગેમ પોતાના દેશમાં જ રમ્યું છે, વિદેશી ધરતી પર નથી રમ્યું. ફાયદાની વાત કરું તો પિન્ક બોલ ગેમમાં અમારો હોમગ્રાઉન્ડ સારો રેકોર્ડ છે. આ જ વસ્તુ ભારત માટે પણ લાગુ પડે છે. જો અમે આ પિન્ક બોલ ટેસ્ટ રમવા ભારત જઇએ એમાં સારી વાત એ છે કે આ પ્રકારનું ક્રિકેટ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઘણી ઉત્સુક છે.


Related News

Loading...
Advertisement