ગોંડલ પ્રશાસન દ્વારા સંસ્થાઓને ઇશ્યુ કરાયેલ પાસ પરમીટની સમયમર્યાદા પૂર્ણ

27 May 2020 01:15 PM
Gondal
  • ગોંડલ પ્રશાસન દ્વારા સંસ્થાઓને ઇશ્યુ કરાયેલ પાસ પરમીટની સમયમર્યાદા પૂર્ણ

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. ર7
ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ની અખબારી યાદીમાં જણાવાયું છે કે કેન્દ્ર રાજ્ય સરકારના વખતોવખત નાં જાહેરનામાની વિગતો ધ્યાને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જોગવાઈઓ ને ધ્યાને લઇ ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, ગોંડલ તરીકે ગોંડલ પ્રાંતમાં સમાવિષ્ટ થતા ગોંડલ, જેતપુર શહેર- તાલુકા વિસ્તારમાં લોકડાઉનનો સમયગાળા દરમ્યાન અસરકરતા જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ, અનાજની કીટ, ભોજન વિગેરે વિતરણ કરવાના હેતુસર સેવાભાવી સંસ્થાના સહયોગ સાથે તેના સભ્યોને લોકડાઉનમાંથી મુક્તિ આપવા અત્રેથી પાસ , પરમીટ ઈશ્યુ કરવામાં આવેલ હતા.
હાલ રાજયમાં લોકડાઉન 4.0 માં ક્નટેન્ટમેન્ટ ઝોન તથા રેડ ઝોનને ધ્યાનમાં 2ાખી નિયત શરતોને આધિન રહીને લોકડાઉનમાં આપવામાં આવેલ છૂટછાટની સાપેક્ષતા જોતા અત્રેનાં સંદર્ભ-3 ની વિગતે સેવાભાવી સંસ્થાના સભ્યોને ઈશ્યુ કરવામાં આવેલ પાસ પણ હાલની સ્થિતિએ ઘણી જ ઓછી આવશ્યકતા જણાતી હોય અત્રેથી લોકડાઉનના સમયગાળા દરમિયાન વિવિધ સેવાભાવી સંગઠનોના સભ્યોને વ્યકિતગત રીતે ઈસ્યુ કરવામાં આવેલ
આ પ્રકારનાં પાસની સમય મર્યાદા તા.25/5/2020 થી પૂર્ણ કરવામાં આવે છે. સબંધિતોએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની પરવાનગી મેળવવા અત્રેની કચેરીએ પુન: અરજી રજૂ કરવાની રહેશે. જેની સબંઘિત સેવાભાવી સંસ્થાનાં સભ્યોએ નોંધ લેવા જણાવાયુ છે.


Loading...
Advertisement