કેશોદમાં પાન-બીડી-સિગારેટ, ગુટકાના કાળા બજાર કરતાં શખ્સો પર પગલા કયારે?

27 May 2020 01:05 PM
Junagadh Saurashtra
  • કેશોદમાં પાન-બીડી-સિગારેટ, ગુટકાના કાળા બજાર કરતાં શખ્સો પર પગલા કયારે?

કેશોદ તા.27
સમગ્ર કેશોદ શહેરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન થયા બાદ કેશોદ શહેરના તમાકુ-બીડી-સિગારેટ-ગુટખાના હોલસેલ વેપારીઓ દ્વારા દુકાનોના શટરો બંધ હોવા છતાં પોત-પોતાના ઘરે તેમજ અન્ય જગ્યાઓએથી કાળાબજાર કરી ધોમ લૂંટ ચલાવવામાં આવી હતી. જેના પગલે વ્યસનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ફકત રૂા.165ની કિંમતના તમાકુના ભાવ 1200 સુધી અને 280થી લઇ 350માં વેચાતી સોપારીના ભાવ 1000 સુધી પહોંચી જતા સમગ્ર તાલુકામાં સનસનાટી મચી જવા પામી હતી.
પરંતુ લોકડાઉન-4માં હળવી છુટછાટો મળતા અને તમાકુ-બીડી-સિગારેટના વેપારીઓને છુટછાટ મળવા છતાં પણ દુકાનોના શટરો બંધ રાખી કેશોદ શહેરમાં હજુ પણ કાળાબજારી ચાલુ રહેતા સમગ્ર તાલુકામાં આવા કાળબજારી કરતા શખ્સો સામે પગલા ભરવા અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર ચૂપચાપ હોય સમગ્ર મામલો હવે ગંભીર રૂણ ધારણ કરી રહ્યો છે. તાજેતરમાં દામનગર નગરપાલિકા તથા દામનગર ગ્રાહક સુરક્ષા મંડળએ માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડી આવા કાળાબજારી કરતા શખ્સો સામે ફરિયાદ લઇ કાયદાકીય પગલા ભરવાની ચેતવણી આપવામાં આવતા તમામ વેપારીઓમાં સોપો પડી ગયો હતો અને જેને પગલે કેશોદ તાલુકાનાં સમગ્ર પાનના ગલ્લાવાળા તથા ફાકી-બીડી-સિગારેટના વ્યસનીઓએ દામનગર નગરપાલિકાની જેમ કેશોદ નગરપાલિકા પણ આવુ ઉદાહરણીય પગલુ ભરે તેવી સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડયું છે.


Related News

Loading...
Advertisement