મેદાનમાં પાછો ફરીને ખુશ છે એન્ડરસન

27 May 2020 12:56 PM
India Sports World
  • મેદાનમાં પાછો ફરીને ખુશ છે  એન્ડરસન

લંડન : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર જેમ્સ એન્ડરસન મેદાનમાં પાછો ફરીને ખુશ છે. હાલમાં તેણે પોતાનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડીયમમાં પ્રેકટીસ કરતો વીડિયો અપલોડ કરી એન્ડરસને કહ્યું કે આ જગ્યાને મેં ઘણી મિસ કરી હતી. ધીમે-ધીમે નિયમો હળવા થતા જશે, પણ હમણાં તો પાછા આવીને લાગી રહ્યું છે. માર્ચ મહિનાથી ઇંગ્લેન્ડમાં ક્રિકેટ નથી રમાયું અને હવે નિયમોમાં કેટલીક છૂટછાટ અપાઈ છે જેના બાદ પ્લેયરો વ્યક્તિગત ટ્રેઇનીંગ માટે મેદાનમાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement