માધુરી દીક્ષિતના ગીતના દીવાના થયાં શાહરૂખ, આલિયા અને હૃતિક

27 May 2020 12:45 PM
Entertainment
  • માધુરી દીક્ષિતના ગીતના દીવાના થયાં શાહરૂખ, આલિયા અને હૃતિક

મુંબઇ :
માધુરી દીક્ષિત નેનેએ ગઇકાલે તેનું પહેલું ગીત ‘કેન્ડલ’ રિલીઝ કર્યુ છે. આ ગીત દ્વારા માધુરીએ સિંગર તરીકે શરૂઆત કરી છે. આ ગીતને લઇને શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ અને હૃતિક રોશનની સાથે ઘણી સેલિબ્રીટી માધુરીના અવાજની દિવાની બની છે.

આ વિશે શાહરૂખે ટવીટ કર્યુ હતું. મારી ફ્રેન્ડ, સાથી-એકટર અને અદભૂત ટેલેન્ટેડ માધુરી પાસેથી મારી કરીઅર દરમ્યાન હંમેશા મેં પ્રેરણા લીધી છે અને મારી એકટીંગ વધુ સારી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેનો અવાજ ખૂબ સુંદર છે.

આ વિશે જવાબ આપતાં માધુરીએ કહ્યું હતું કે તારા સારા શબ્દો માટે તારો અભાર મારા મિત્ર શાહરૂખ, મારા માટે આ ખૂબ મહત્વના છે. મને ખૂબ જ ખુશી છે કે તને આ ગીત ગમ્યું.

આ ગીત વિશે આલિયાએ કહ્યું હતું મે માધુરીજી, આ ગીત મને ખૂબ જ પસંદ પડયું છે. જો તમે લોકોએ આ ગીત ન સાંભળ્યું હોત તો જલદી જ કેન્ડલને સાંભળો. આ વિશે હૃતિકે કહ્યું હતું કે શું તમે આ સાંભળ્યું છે. માધુરીમેમ તમારો અવાજ ખૂબ જ સુંદર છે.


Related News

Loading...
Advertisement