પૃથ્વી જેવો વધુ એક નજીકનો ગ્રહ શોધાયો

27 May 2020 12:40 PM
India Technology
  • પૃથ્વી જેવો વધુ એક નજીકનો ગ્રહ શોધાયો

અલબત, આ ગ્રહની પૃથ્વીથી 25 હજાર પ્રકાશ વર્ષ દૂરી : આ ગ્રહનું એક વર્ષ પૃથ્વીના 617 દિવસ જેટલુ

કેંટરબરી તા.27
ખગોળ વિદોએ અંતરીક્ષમાં એક એવો ગ્રહ શોધ્યો છે જેના પહાડો પૃથ્વી જેવા છે. આ ગ્રહ સુર્યના 10 માં ભાગ જેવડા એક તારાની પરિક્રમા કરે છે આ ગ્રહ પૃથ્વીથી 25 હજાર પ્રકાશ વર્ષ જણાવાય છે. વૈજ્ઞાનિકોએ આ શોધને લાખોમાં એક જણાવી છે.

ન્યુઝીલેન્ડ સ્થિત કેન્ટરબની વિશ્વ વિદ્યાલયનાં વૈજ્ઞાનિકોએ આ ગ્રહની શોધ કરી છે. જેની જાણકારી એસ્ટ્રોનોમિકલ પત્રીકામાં પ્રકાશીત થઈ છે અલબત તેના ગ્રહ હોવા પર ઘણો વિવાદ થઈ રહ્યો છે. અન્ય અંતરીક્ષ વૈજ્ઞાનિકો આ ગ્રહને એકસોપ્લનેટ માની રહ્યા છે.

આપણી આકાશ ગંગાનાં મધ્યમાં આ ગ્રહ રહેલો છે
વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર આ ગ્રહ ઘણો જ દુર ગેલેટીક બુલ્જમાં એક તારાની પરિક્રમા કરી રહ્યો છે.આ ક્ષેત્ર આપણી આકાશ ગંગાની મધ્યમાં સ્થિત તારાઓની મોટી સંખ્યાઓની વચ્ચે છે.હરેરા માર્ટીન કહે છે કે ઓછા પ્રકાશને કારણે અમને તેને શોધવામાં પાંચ દિવસનો સમય લાગ્યો હતો.

અધ્યયન લેખીકા હરેરા માર્ટીને જણાવ્યું હતું કે તારાનું પાંચ દિવસ નીરિક્ષણ કર્યા બાદ અમને આ ગ્રહ જેવો લાગ્યો.શરૂઆતમાં અમને લાગ્યુ કે અમારા ઉપકરણોમાં કોઈ ખરાબી હશે.જેનાંથી અને કેટલીક નાના ગ્રહ જેવી ચીજો દેખાઈ હતી. પરંતુ બાદમાં આ બાબતે વધુ ધ્યાન આપતા અમને લાગ્યુ કે આ કોઈ એક ગ્રહ છે અને તે તારાની પરિક્રમા કરી રહ્યો છે.

આ ગ્રહનો પતો કેએમટી-નેટથી લાગ્યો
વૈજ્ઞાનિકોએ આ ગ્રહનો પતો ઓપ્ટીકલ ગ્રેવિટેશન લેવીંગ એકસપરીમેન્ટ અને કોરીયા માઈક્રો લેસીંગ ટેલિસ્કોપ નેટવર્ક (કેએમટી નેટ)થી ચીલી અને કોરીયા સ્થિત ટેલીસ્કોપનાં માધ્યમથી મેળવ્યો હતો.

અલબત, આ ગ્રહનું હજુ કોઈ નામ નથી અપાયું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે અહીનુ એક વર્ષ આપણી પૃથ્વીનાં 617 દિવસ બરાબર છે.આ ગ્રહ જે તારાની પરિક્રમ કરી રહ્યો છે તેનું દ્રશ્યમાન આપણા સુર્યના દ્રવ્યમાનનાં 10 મા ભાગની બરાબર છે. આ ગ્રહનો આકાર પૃથ્વી અને વરૂણની વચ્ચેનો છે.


Related News

Loading...
Advertisement