લોકડાઉનમાં છુટછાટનાં આઠ જ દિવસમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટ ! 3 હજારથી વધુ કેસો

27 May 2020 11:54 AM
Ahmedabad Gujarat
  • લોકડાઉનમાં છુટછાટનાં આઠ જ દિવસમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટ ! 3 હજારથી વધુ કેસો
  • લોકડાઉનમાં છુટછાટનાં આઠ જ દિવસમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટ ! 3 હજારથી વધુ કેસો

221નાં મોત : સૌથી વધુ અમદાવાદમાં 2159 કેસો અને 221નાં મૃત્યુ : ગઇકાલે એક જ દિ’માં 361 નવા કેસો નોંધાયા

અમદાવાદ, તા. ર7
ગુજરાતમાં લોકડાઉનમાં છુટછાટો અપાયાનાં માત્ર આઠ જ દિવસમાં કોરોના બોમ્બ બનીને ફુટયો છે અને વધુ 3083 કેસો નોંધાયા છે. અને 221 મોત નિપજયા છે તથા ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌથી વધુ 2158 કેસો નોંધાયા છે અને 190 દર્દીઓનાં મોત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનનાં ચોથા તબકકામાં વેપાર ધંધા-ઉદ્યોગો શરૂ કરવા મહતમ છુટ આપવામાં આવી છે. આથી આંતર જિલ્લા અવરજવર થતા વિના રોક ટોક શરૂ થઇ ગઇ છે. આથી સંક્રમણમાં વધારો થયાનું મનાય છે.

લોકડાઉન-4ના પ્રથમ દિવસે રાજયમાં 8683 કેસ હતા જે 8 દિવસમાં વધીને 10,841 થયા છે. ગુજરાતમાં સરકાર દ્વારા 19મીએ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે છૂટછાટો જાહેર કરી છે. એક તરફ બે મહિનાના લોકડાઉન પિરીયડ બાદ જનજીવન રાબેતા મુજબ ફરી શરૂ થયું છે પરંતુ સંક્રમણ પણ એટલી જ ઝડપથી વધી રહ્યું છે.

18મી મેના રોજ લોકડાઉન-4 શરૂ થયું એ દિવસે રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા 11,746 હતી. જેના આઠ દિવસ બાદ એટલે કે 26મી મેના રોજ કુલ 14,829 કેસો નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ છે. અમદાવાદમાં લોકડાઉન-4ના પ્રથમ દિવસે 8683 કેસ હતા જે 8 દિવસમાં વધીને 10,841 થયા છે.

રાજ્યનો રિકવરી રેટ 48 % થયો છે, અમદાવાદમાં 436 સાથે કુલ 500 દર્દી સાજા પણ થયા છે.
ગુજરાતમાં મંગળવારે કોરોનાના 361 નવા કેસો નોંધાયા હતા અને તેની સામે 503 દર્દીઓ સાજા થયાં હતા. આ સાથે સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 14,829 પર પહોંચ્યો છે જ્યારે વધુ 27 દર્દીઓના મૃત્યુ સાથે હવે કોરોનાને કારણે જીવ ગુમાવનારાં લોકોનો આંકડો 915 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો છે જે એક અઠવાડિયા પહેલાં માત્ર 40.89 ટકા હતો.


Related News

Loading...
Advertisement