ભેંસાણના ડમરાળાની સીમમાં જુગારધામ પર દરોડો; રૂા. 2.76 લાખનો મુદામાલ જપ્ત

27 May 2020 11:45 AM
Junagadh Crime Saurashtra
  • ભેંસાણના ડમરાળાની સીમમાં જુગારધામ પર દરોડો; રૂા. 2.76 લાખનો મુદામાલ જપ્ત

લોકડાઉનમાં જુગાર રમતા ઝડપાયા : જાહેરનામા ભંગનો પણ ગુનો દાખલ : જુગારીઓમાં ફફડાટ

જૂનાગઢ,તા. 27
ભેંસાણ પોલીસે ડમરાળા ગામની સીમમાં ચાલતા મોટા જુગારધામ પર ત્રાટકી સાત શકુનીઓને 2,01,110, છ મોબાઈલ ત્રણ મો.સા. સહિત કુલ 2,76,610ની મળી સાથે દબોચી લીધા હતાં.

આ અંગેની વિગત એવી લોકડાઉનના પેટ્રોલીંગ દરમ્યાન પીએસઆઈ વી.કે. ચૌધરીને મળેલી બાતમીના આધારે ભેંસાણથી 20 કિ.મી. દૂર ડમરાળા ગામેની સીમમાં મોટુ જુગારધામ ચાલતું હોલ જ્યાં ત્રાટકી જુગટુ ખેલતા ગોબર ભીમજી બામરોલીયા, સંજય નગીન જીંજુવાડીયા (રહે.લાઠી), હીરેન દલપત ભટ્ટ (રહે. ભલગામ), વલ્લભ ગામજી ગોધાણી (રે. હળીયાદ), અતુલ બાબુ સાવલીયા (રહે.બાબાપુર, અમરેલી), કમલેશ ઉર્ફે ઘુઘાજી ધાંધલ (રહે. ભેંસાણ) અને હરસુખ ભીખા સાવલીયાને રોકડ 2,01,110 મોબાઈલ સહિત કુલ રુા. 2,76,610ની મત્તા સાથે દબોચી લઇ લોકડાઉન અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement