ગુજરાતમાં કોરોના હવે ફલેટ રેટ ભણી: જુન અંતે કેસ ઘટશે

27 May 2020 11:42 AM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં કોરોના હવે ફલેટ રેટ ભણી: જુન અંતે કેસ ઘટશે

રાજય સરકાર માને છે કે આગામી 25 દિવસ દરરોજ 300-400 વચ્ચે જ પોઝીટીવ કેસ હશે: અમેરિકા સહિતનાં 20 દેશોનાં અભ્યાસ પરથી તારણ: જુલાઈમાં ગુજરાત કોરોના મુકત થવા ભણી: જોકે ઘટેલા ટેસ્ટનો વિવાદ યથાવત: કેસ મૃત્યુમા ટોપ પાંચમા પણ ટેસ્ટમાં નહિં

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સતત વધતા કેસ અને મૃત્યુ આંક પણ 1000 ની નજીક પહોચશે તેવા સંકેત વચ્ચે હજુ જુન માસમાં રાજયમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેશે અને ત્યારબાદ કોરોના કેસ ઘટવા લાગશે તેવો રાજય સરકારે એક અભ્યાસમાં તારણ કાઢયુ છે રાજયમાં મે માસમાં ફકત બે દિવસ એવા હતા જયારે એક જ દિવસમાં 400 થી વધુ કેસ નોંધાયો અને બાકીનાં દિવસોમાં 300 થી 400 કેસ છે આમ સરકાર માને છે કે રાજયમાં કોરોના હાલ ફલેટ ઘરે ચાલે છે.

કદાચ એક દિવસ થોડા કેસ વધે છે તે અલગ બાબત છે. સરકારે વિશ્વના 20દેશોમાં અભ્યાસ કર્યા બાદ એવુ તારણ કાઢયુ છે કે જુન માસનાં સપ્તાહ બાદ રાજયમાં કોરોના પોઝીટીવ કેસ ઘટશે.

રાજયમાં એક જ દિવસમાં 400 કેસ હોય બે વખત મે માસમાં બન્યુ અને તે સિવાય એવી સ્થિતિ બની નથી તેથી પીક કેસમાં હવે સૌથી વધુ હોય આવી ગયા છે. જુન માસમાં આ સ્થિતિ યથાવત રહેશે તેવું સરકાર માને છે.

પણ જુનના અંત બાદ કોરોનાનો વિદાયનો તબકકો શરૂ થશે અને એકાદ માસમાં એટલે કે જુલાઈમાં પરિસ્થિતિ થાળે પડી શકે છે. તા.5 મેનાં રોજ 441 કેસ અને 26 મેનાં 363 કેસ નોંધાયા છે.

ગુજરાત પોઝીટીવ કેસમાં ત્રીજા નંબરે અને મૃત્યુમાં બીજા નંબરે છે. પણ જયારે ટેસ્ટમાં તે ટોપ ફાઈવમાં નથી અને નિષ્ણાંતો માને છે કે ખાનગી લેબલમાં ટેસ્ટીંગ માટે મંજુરી નહિં આપી સરકારે આ સ્થિતિ સર્જી છે.એપ્રિલ અંત સુધીમાં સરકાર પાસે ખાનગી સહીતનો લેબમાં 3000 ટેસ્ટની સ્થિતિ છે સરકારે ટેસ્ટ અંગેનાં જે નિયમો વારંવાર ફેરફાર કર્યા તેનાં કારણે પણ ટેસ્ટીંગ પદ્ધતિને ખુબ જ અસર થઈ હતી. સરકારે ખાનગી લેબમાં ટેસ્ટીંગ માટે નકારાત્મક યાદી લાંબી બનાવી છે.


Related News

Loading...
Advertisement