શેરબજાર ઉંચામથાળેથી પટકાયુ: ઈન્ટ્રા-ડે હાઈથી 500 પોઈન્ટનું ગાબડુ

26 May 2020 05:17 PM
Business India
  • શેરબજાર ઉંચામથાળેથી પટકાયુ: ઈન્ટ્રા-ડે હાઈથી 500 પોઈન્ટનું ગાબડુ

મેટલ શેરો લાઈટમાં: ભારતી એરટેલ ગગડયો

રાજકોટ તા.26
મુંબઈ શેરબજારમાં બેતરફી વધઘટ વચ્ચે ઉથલપાથલ દોર યથાવત રહ્યો હતો. હેવીવેઈટ શેરોમાં ઉંચા મથાળે આક્રમણકારી વેચવાલી નીકળતા સેન્સેકસ રેડઝોનમાં આવી ગયો હતો.શેરબજારમાં આજે શરુઆત તેજીના ટોને થઈ હતી.

વિશ્વબજારોના પ્રોત્સાહક ટ્રેન્ડની અસરે હેવીવેઈટ શેરો લાઈટમાં માલુમ પડયા હતા. પરંતુ નવા કોઈ સારા કારણોની ગેરહાજરીમાં બજાર પાછુ પડવા લાગ્યુ હતું. હેવીવેઈટ શેરો દબાણમાં આવી ગયા હતા.

શેરબજારમાં આજે જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોટર્સ, ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, નેસલે, ટીસ્કો, ટાઈટન ઉંચકાયા હતા. ભારતી એરટેલ, એચડીએફસી, હીરો મોટો, હિન્દ લીવર, ઈન્ફોસીસ રીલાયન્સ, ટીસીએસમાં ઘટાડો હતો.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 55 પોઈન્ટના ઘટાડાથી 30616 હતો જે ઉંચામાં 31086 તથા નીચામાં 30512 હતો. નિફટી 9 પોઈન્ટ ઘટીને 9030 હતો.


Related News

Loading...
Advertisement