સોનાની માંગમાં ચાલુ વર્ષે 70 ટકા ઘટાડો થઈ શકે

26 May 2020 04:28 PM
Business India
  • સોનાની માંગમાં ચાલુ વર્ષે 70 ટકા ઘટાડો થઈ શકે

લોકડાઉને દેશમાં જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગને મોટો ફટકો માર્યો છે અને ઈન્ડીયન બુલીયન એન્ડ જવેલર્સ એસો.ના અંદાજ મુજબ દેશમાં આ વખતે સોનાની માંગ 70 ટકા ઘટી શકે છે.

હાલ માર્કેટમાં ત્રણ પ્રકારના જવેલર્સ છે. કેટલાક મોટા કોર્પોરેટ ગૃહો આ વ્યવસાયમાં પ્રવેશ્યા છે જેને મુશ્કેલી પડવાની શકયતા નહીવત છે. જયારે નાના જવેલર્સ અને ઉત્પાદક કે જેઓ પોતાના સ્ટોક પર બીઝનેસ કરે છે પરંતુ જેને વ્યાજના ચકકર નથી તેને હજીયે ઓછી મુશ્કેલી પડશે. પરંતુ ત્રીજા કેટેગરીના જવેલર્સ જેમાં કેટલાક મોટા જવેલરી નિર્માતા પણ છે તેઓને બેન્કના વ્યાજ અને બીઝનેસ લોન આ તમામ મુશ્કેલીમાં મુકી શકે છે.


Related News

Loading...
Advertisement