કોરોના મુદે ભાજપ સરકારને ભીંસમાં લેનારી ગુજરાત હાઈકોર્ટે બે માસમાં બે ડઝન ચૂકાદા આપ્યા

26 May 2020 04:09 PM
Ahmedabad Gujarat
  • કોરોના મુદે ભાજપ સરકારને ભીંસમાં લેનારી ગુજરાત હાઈકોર્ટે બે માસમાં બે ડઝન ચૂકાદા આપ્યા

સિવિલ હોસ્પિટલની સ્થિતિ દયનીય ગણાવી આકરી ટીકા કરનારી ગુજરાતની વડી અદાલતે રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું

અમદાવાદ તા.26
અમદાવાદની સિવિલ હોસ્પિટલની દયનીય સ્થિતિ વિષે રાજય સરકારનો ઉધડો લેનારી ગુજરાત હાઈકોર્ટ આજકાલ સમગ્ર દેશમાં મથાળામાં ચમકી રહી છે.
બે મહિના પહેલાં ભારતમાં કોરોના આવ્યો એ પછી પહેલીવાર હાઈકોર્ટે ટકોર કરી છે એવું નથી. છેલ્લા બે મહિનામાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને ખાનગી હોસ્પિટલોની કોરોના વાયરસ સંબંધમાં જુદા જુદા 11 આદેશો આવ્યા છે.
ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નહોતો ત્યારે, 13 માર્ચે ગુજરાત હાઈકોર્ટે સાવચેતીના પગલાનું જાતે સંજ્ઞાન લીધું હતું. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ આસુતોષ શાસ્ત્રીની બેંચે 8 આદેશમાં વ્યક્તિઓ સહિત જુદા જુદા વર્ગોને રાહત આપતા આઠ હુકમો કર્યા છે.
એવી જ રીતે જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીસ ઈલેશ જે. વોરાની બેંચે 3 આદેશ જારી કર્યા છે.
આ 11 આદેશ આપતી વખતે હાઈકોર્ટે કેટલાય અખબારી અહેવાલો, જાહેર હિતની 15, 10 અરજીઓ અને ગુમનામ પત્ર પણ વિચારણામાં લીધા હતા.
કોર્ટે પ્રિમાઈસીસમાં સાવચેતીના પગલાં લેવા સાથે ગુજરાત હાઈકોર્ટે કોવિડ 19 બાબતે આદેશ આપવાની શરુઆત કરી હતી. સૂઓમોટો પીઆઈએસમાં પ્રથમ હુકમ કોર્ટના પ્રવેશદ્વારો ટેમ્પરેચર ગન રાખવાનો અને કોર્ટ ઈમારતના સેનીટાઈઝેશનનો હતો. અદાલતે મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય એ માટે તથા પોતાના કામકાજ માટે ગાઈડલાઈન્સ જારી કરી હતી.
એ પછીના આદેશોમાં અદાલતે હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે યોગ્ય સાધનો કોવિડ 19ની સારવાર માટે ખાનગી હોસ્પિટલો લઈ લેવી, વધુ ટેસ્ટીંગ કીટ મેળવવા, કોવિડ 19 કંટ્રોલરૂમ સ્થાપવા અને પ્રવાસી મજુરોને બનાવે ટ્રેન ભાડું ચુકવવા જેવા બહુજન સમાજને સ્પર્શતા ચૂકાદા આપ્યા હતા.


Related News

Loading...
Advertisement