ગુજરાતના ચામાચીડીયામાં કોરોના સર્જાતા વાયરસ જોવા ન મળ્યા

26 May 2020 03:35 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતના ચામાચીડીયામાં કોરોના સર્જાતા વાયરસ જોવા ન મળ્યા

બીજા રાજયોના સેમ્પલમાંથી બીટા-કોવ-રની હાજરી જોવા મળી

અમદાવાદ તા.26
માણસમાં પણ બીમારી ફેલાવી શકવાની શકયતા ધરાવતા કેટલાક સહિત ઘણાં વાયરસ ભરીને બેઠેલાં ચામાચીડીયાની વિજ્ઞાનીઓ હંમેશા દિગ્મૂઢ રહ્યો છે. કોવિડ-19 સર્જનારા તાજેતરના સાર્સ-કોવ-2 કોરોના વાયરસ પણ આ ચામાચીડીયામાં પેદા થયાનું મનાય છે. તાજેતરમાં ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈસીએસઆર)ના જુદા જુદા ડીવીઝનોમાં કામ કરતા 22 વિજ્ઞાનીઓએ ચામાચીડીયાની બે પ્રજાતિની સામના ગુજરાત સહિત 7 રાજયોમાંથી નમુના લીધા હતા. અભ્યાસનો હેતુ તેમનામાં બીટા કોવ-2 વાયરસ છે કે નહીં તે જોવાનો હતો.
હાલની કોવિડ 19 બીમારી સર્જનારા વાયરસ સાથે ચામાચીડીયામાં વાયરસમાં 93%થી 96% સામ્યતા જોવા મળી હતી. ગુજરાતમાંથી લેવાયેલા સેમ્પલમાંથી બીટાકોવ-2 વાયરસ જોવા મળ્યા નહોતા, પણ કેરળના 12, હિમાચલ પ્રદેશના 2, પુડુચેરીના 6 અને તામિલનાડુના એક સેમ્પલમાંથી વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
વિજ્ઞાનીઓ કહે છે કે ભારતીય ચામાચીડીયામાં કોરોના વાયરસ કોવને સમજવા આવા અભ્યાસોની જરૂર છે.


Related News

Loading...
Advertisement